શાળામાં AC લગાવવા પ્રતિ વિદ્યાર્થી રૂ.1000 ઉઘરાવ્યા, DEOની ખાનગી શાળાને ઠપકા સાથે નોટિસ
અમદાવાદ શહેરમાં અવાર નવાર ખાનગી શાળાઓ કોઈપણ રુપે વાલીઓ પાસેથી પૈસા એંઠવાના પૈંતરા શોધતી હોય છે. એવામાં શહેર

અમદાવાદ શહેરમાં અવાર નવાર ખાનગી શાળાઓ કોઈપણ રુપે વાલીઓ પાસેથી પૈસા એંઠવાના પૈંતરા શોધતી હોય છે. એવામાં શહેરમાંથી વધુ એક ચર્ચાસ્પદ ઘટના સામે આવી છે, જેમાં શહેરમાં આવેલી રાજસ્થાન સ્કૂલ દ્વારા શાળામાં AC લગાવવા માટે વાલીઓ પાસેથી પૈસા ઉધરાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : સુરત પોલીસ શી ટીમની અનોખી પહેલ રંગ લાવી, બે બાળકીઓ સાથે છેડતી કરતા શિક્ષકની ધરપકડ થઈ
શાળામાં AC લગાવવા બાબતે ભણતા વિદ્યાર્થીઓ પૈકી પ્રતિ વિદ્યાર્થી એક હજાર રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ અમદાવાદ શહેરનાં DEO રોહિત ચૌધરી દ્વારા આ સમગ્ર ઘટનાની નિંદા કરવામાં આવી છે. રાજસ્થાન સ્કૂલને આ બાબતે નોટિસ પણ ફટકારવામાં આવી છે તેમજ તમામ વાલીઓને પૈસા પાછા આપવા માટે DEO દ્વારા આદેશ પણ આપવામાં આવ્યો છે.




