સુરત પોલીસ શી ટીમની અનોખી પહેલ રંગ લાવી, બે બાળકીઓ સાથે છેડતી કરતા શિક્ષકની ધરપકડ થઈ
સુરત પોલીસ દ્વારા કરવામાં આવેલી એક અનોખી મહેનત મહેનત આખરે રંગ લાવી. સુરત પોલીસની શી ટિમ દ્વારા અવાર નવાર

સુરત પોલીસ દ્વારા કરવામાં આવેલી એક અનોખી મહેનત મહેનત આખરે રંગ લાવી. સુરત પોલીસની શી ટિમ દ્વારા અવાર નવાર શાળાઓમાં જઈને બાળકોને ગૂડટચ/બેડટચની જાણકારી આપવામાં આવતી હોય છે. એવામાં પોલીસની આ અનોખી પહેલને સાર્થક કરતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં, ઉમરીગઢ સ્કૂલમાં લાઇબ્રેરીયન દ્વારા પાંચમા ધોરણમાં ભણતી બે બાળકીઓ સાથે શારીરિક છેડછાડ કરી હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
વિદ્યાર્થિનીઓને પોલીસની શી ટીમ દ્વારા શિખવાડેલું યાદ આવ્યું કે આ બેડ ટચ કહેવાય, તો તેમણે હિંમત અને આત્મવિશ્વાસ દાખવી પરિવારને જાણ કરી અને બાળકીઓના પરિવારે તાત્કાલિક પોલીસને જાણ કરી. બાળકીઓની ફરીયાદ પ્રમાણે શહેર પોલીસ દ્વારા શાળાના સીસીટીવી ચેક કરવામાં આવ્યા અને તેમનું વરણન સાચું ઠરતાં પોલીસે આ શિક્ષક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ ઉમરા પોલીસ સ્ટેશનમાં POCSO કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને છેડતી કરનાર શિક્ષક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલિસે સીસીટીવીના આધારે શાળાના લાઇબ્રેરીયન વિજય ચંપકભાઈ પટેલને અટકાયતમાં લઈ તેની પૂછપરછ શરૂ કરી છે.
આ પણ વાંચો : PMJAY ડિલિવરી સ્કેમ: ડૉક્ટરોએ વધુ પૈસાની લાલચમાં 6151 સિઝેરિયન પ્રસુતી કરાવી હોવાનો આરોપ
આ અંગે માહિતી આપતા પોલીસ અધિકારી વિજય સિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, વધુ તપાસ માટે પોલીસની સાથે બાળ મનોવૈજ્ઞાનિક, બાળ સુરક્ષા અધિકારી અને સ્કુલ મેનેજમેન્ટ દ્વારા અન્ય બાળકીઓને પણ પુછવામાં આવશે કે તેમની સાથે પણ આ પ્રકારની ઘટના બની છે કે નહીં.






