Video/ માતા બની રણચંડી: દીકરીની છેડતી કરનાર નરાધમને જાહેરમાં ચખાડ્યો સ્વાદ, રોષે ભરાયેલા ટોળાએ પણ મેથીપાક આપ્યો
સુરતના ઉધના વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે, જેમાં એક શખ્સે ૧૨ વર્ષન

સુરતના ઉધના વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે, જેમાં એક શખ્સે ૧૨ વર્ષની માસૂમ બાળકીની છેડતી કરી હતી. જોકે, આ નરાધમને પોતાની હરકત ભારે પડી ગઈ હતી, કારણ કે બાળકીની માતાએ રણચંડી બની જાહેરમાં જ તેને પાઠ ભણાવ્યો હતો.
માતાનો આક્રોશ અને જાહેરમાં ફડાકા
જ્યારે માતાને જાણ થઈ કે તેની માસૂમ દીકરી સાથે છેડતી કરવામાં આવી છે, ત્યારે તેનો પિત્તો ગયો હતો. લેશમાત્ર ડર રાખ્યા વગર માતાએ આરોપીને ભીડ વચ્ચે જ પકડી લીધો હતો અને તેના પર ફડાકાવાળી કરી દીધી હતી. માતાના આ રોષને જોઈને આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા.
રોષે ભરાયેલા ટોળાએ બદલી નાખ્યું 'નકશો'
માતાની હિંમત જોઈને ત્યાં હાજર લોકોનું લોહી પણ ઉકળી ઉઠ્યું હતું. છેડતી કરનાર શખ્સને લોકોના ટોળાએ બેફામ માર માર્યો હતો. લોકોનો ગુસ્સો એટલો પ્રચંડ હતો કે આરોપીની હાલત કફોડી થઈ ગઈ હતી અને તેની ઓળખ પણ મુશ્કેલ બની ગઈ હતી. ગંભીર ઈજાઓ થવાના કારણે અંતે તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી.
"તારા જેવાને લીધે દીકરીઓને બહાર મોકલતા ડર લાગે છે"
આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, માતા આરોપીનો કોલર પકડીને તેને સખત શબ્દોમાં ફટકારી રહી છે. માતા કહી રહી છે કે, "તારા જેવા નરાધમોને કારણે જ અમને અમારી દીકરીઓને ઘરની બહાર મોકલતા ડર લાગે છે." માતાના આ શબ્દોમાં લાખો વાલીઓનો દર્દ અને આક્રોશ છલકાતો હતો.






