Video/ કરજણમાં ચોરી કરવા આવેલા ઈસમોને સિક્યુરિટીએ પાઠ ભણાવ્યો, ફાયરિંગ કરી બે ચોરોને દબોચ્યા
વડોદરાના કરજણમાંથી રાત્રિના અંધકારમાં ખેલાયેલા એક હિંમતભર્યા કિસ્સાના સમાચાર સામ

વડોદરાના કરજણમાંથી રાત્રિના અંધકારમાં ખેલાયેલા એક હિંમતભર્યા કિસ્સાના સમાચાર સામે આવ્યા છે. કરજણની એમ.જી.વી.સી.એલ. કચેરીમાં ત્રાટકેલા ચોરોને સિક્યુરિટી જવાનોએ એવો પાઠ ભણાવ્યો છે કે તેઓ આખી જિંદગી યાદ રાખશે.
ઘટના કંઈક એવી છે કે, મધરાતે ચાર જેટલા લુખ્ખા તત્વો વીજ કંપનીની દીવાલ કૂદીને ચોરીના ઈરાદે અંદર પ્રવેશ્યા. પરંતુ, ફરજ પર તૈનાત સજાગ સિક્યુરિટી જવાનોની નજરથી તેઓ બચી શક્યા નહીં. જેવો જ સિક્યુરિટી જવાનોએ આ ચોરોને પડકાર્યા, ત્યારે પકડાઈ જવાના ડરથી ચોરોએ પથ્થરમારો શરૂ કરી દીધો. આ હુમલાથી ડર્યા વગર, સિક્યુરિટી ગનમેને પોતાની રક્ષણાત્મક શક્તિનો ઉપયોગ કર્યો અને હવામાં નહીં પણ સીધું નિશાન સાધીને ફાયરિંગ કર્યું!
આ ફાયરિંગમાં એક ચોરને હાથ અને પગના ભાગે ગોળી વાગતા તે જમીન પર ઢળી પડ્યો, જ્યારે સિક્યુરિટીની ટીમે અદભૂત સાહસ બતાવીને કુલ બે શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. ઘાયલ ચોરને અત્યારે વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
મહત્ત્વની વાત એ છે કે, ગત 20 મી ડિસેમ્બરે પણ અહીં ચોરીનો પ્રયાસ થયો હતો, પરંતુ આ વખતે સિક્યુરિટીએ બતાવેલી મરદાનગીને કારણે ગુનેગારોના મનસૂબા નિષ્ફળ રહ્યા છે. સલામ છે આવા નીડર જવાનોને જેમણે પોતાની ફરજ બજાવતા ગુનેગારોને ભોં ભેગા કરી દીધા!











