મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ઉત્તરાખંડના ટિહરીમાં આભ ફાટતાં ચારેકોર વિનાશના દૃશ્યો કેમેરામાં થયા કેદ 

ઉત્તરાખંડના ટિહરીમાં બુઢાકેદાર ક્ષેત્રમાં આભ ફાટવાની ઘટનાને પગલે હાહાકાર મ

ઉત્તરાખંડના ટિહરીમાં બુઢાકેદાર ક્ષેત્રમાં આભ ફાટવાની ઘટનાને પગલે હાહાકાર મચી ગયો. બાલગંગા નદીમાં એકાએક પૂરની સ્થિતિ સર્જાતા ચારેકોર વિનાશના દૃશ્યો સર્જાયા હતા. ગેંવાલી, તોલી, જખાણા, વિસન, તિનગઢ અને બુઢાકેદાર ગામના લોકો ભારે મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતા. 

વીડિયોમાં કેદ થયા ભયાનક દૃશ્યો 

માહિતી અનુસાર આભ ફાટવાની ઘટના બાદ બાલગંગા નદીએ ભયાનક રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં અનેક મકાનો, રસ્તાઓ વહી ગયા હતા જેના લીધે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું હતું. કેટલાક વીડિયો પણ સામે આવ્યા હતા જેમાં દુકાનો-મકાનો વહી જતાં સ્પષ્ટ દેખાય છે. બુઢાકેદારના તોલી ગામમાં તો ભૂસ્ખલન જેવી ઘટના બનતાં એક મા-દીકરી જીવતી દટાઈ ગઇ હતી. સમગ્ર ખીણ વિસ્તારમાં લોકોમાં ફફડાટ ફેલાયો છે. મૃતકોની ઓળખ સરિતા દેવી અને અંકિતા તરીકે થઇ હતી. 

હજુ તંત્રની ટીમ પહોંચી શકી નથી 

સ્થિતિ એવી ભયાનક થઈ ગઈ છે કે તંત્રની ટીમ રેસ્ક્યૂ કે સહાય પહોંચાડવા માટે ત્યાં સુધી પહોંચી શકી નથી. આભ ફાટવાની ઘટનાને કારણે મકાનો પણ ધરાશાયી થઈ ગયા હતા. વિસ્તારના અનેક ભાગોમાં પીવાના પાણી તથા વીજળીનો સપ્લાય પણ ખોરવાઈ ગયો છે. તંત્રએ નુકસાનનું આકલન કરવાની શરૂઆત કરી દીધી છે.

આ સમાચાર શેર કરો