VIDEO: અમૂલ ડેરીમાં સાંભેસિંહ પરમાર ચેરમેન અને વિજય પટેલ વાઈસ ચેરમેન પદે કરાઈ નિમણૂંક
આણંદ ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંસ્થાના નવા ચેરમેન અને વા
આણંદ ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંસ્થાના નવા ચેરમેન અને વાઇસ ચેરમેન પદે નામ જાહેર કરાયા છે. ચેરમેન પદે વીરપુરના સાભેસિંહ પરમારને નિમણૂંક કરવામાં આવી છે, જ્યારે વાઇસ ચેરમેન તરીકે વિજયભાઈ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્યના વિવિધ પ્રાંતમાંથી આવેલ મેન્ડેડ દ્વારા આ સિલેકશન કરવામાં આવ્યું છે. તમામ ડિરેક્ટરો દ્વારા મેન્ડેડને મંજૂરી આપવામાં આવી છે, જેના કારણે પદના નિર્ણયો દૂધ ઉત્પાદન સંસ્થાની કાર્યક્ષમતા અને વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાયા છે. નવી નિયુક્તિથી સંસ્થા વધુ સંકલિત અને પ્રભાવશાળી કામગીરી તરફ આગળ વધશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
નવા વરાયેલા ચેરમેન અને વાઇસ ચેરમેનને અભિનંદનની વર્ષા થઈ હતી. અમૂલના સભાખંડ ખાતે મોટી સંખ્યામાં ટેકેદારો અને સમર્થકો હાજર રહ્યા હતા ભાજપના ધારાસભ્યો, જિલ્લા ભાજપ પ્રમુખ સંજય પટેલ અને સંગઠનના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા છે.
નિર્ણય બાદ ખુશીનો માહોલ
સામાન્ય ચૂંટણી પૂર્ણ થયાના ત્રણ મહિનાથી વધુ સમય બાદ આ પદો પર નિમણૂક થતાં ખેડા જિલ્લાના દૂધ ઉત્પાદક સહકારી સભ્યોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. શાભેસિંહ પરમાર અને વિજય પટેલનું નેતૃત્વ હવે અમૂલ ડેરીના ભાવિ સંચાલન અને ખેડૂતોના હિતોનું રક્ષણ કરશે.






