Anand news: અમૂલ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની આજે કરાશે વરણી
આણંદની અમૂલમાં આજે બપોરે 12.00 વાગ્યે ચેરમેન તથા વાઇસ ચેરમેનના પદ માટે ઉમેદવારી પત્રો

આણંદની અમૂલમાં આજે બપોરે 12.00 વાગ્યે ચેરમેન તથા વાઇસ ચેરમેનના પદ માટે ઉમેદવારી પત્રો ભરવામાં આવશે અને તે જ દિવસે ચેરમેન અને વાઇસ ચેરમેનના નામોની જાહેરાત પણ કરવામાં આવશે.
17 ડેરી સંઘના સભ્યો પૈકી 15 સભ્યો સાથે ભાજપની સ્પષ્ટ બહુમતિ
17 ડેરી સંઘના સભ્યો પૈકી 15 સભ્યો સાથે ભાજપની સ્પષ્ટ બહુમતિ છે.તો બીજી તરફ ડેરીના નિયામક મંડળની ચૂંટણી 12મી સપ્ટેમ્બરે પૂર્ણ થઈ હતી. ભાજપ મોવડી મંડળ જેને ઇચ્છશે તેને પદ આપશે.
અમૂલની ચૂંટણીમાં ચેરમેનના દાવેદારો બીનાબેન પટેલ, કાંતિભાઈ સોઢા પરમાર, પપ્પુભાઈ પાઠક અને વિપુલભાઈ પટેલના જણાવ્યા મુજબ પાર્ટી દ્વારા જેમની પસંદગી કરવામાં આવશે તેને અમે સ્વીકારીશું. પરંતુ દાવેદારી કરવી એ અમારો અધિકાર છે. જેથી ચેરમેનના પદની રેસમાં અમે પણ જોડાયેલા છીએ. જ્યારે પણ ચૂંટણી યોજાશે ત્યારે પક્ષ તરફથી જેને મેન્ડેટ આપવામાં આવશે, તેને અમે માન્ય રાખીશું.






