VIDEO: સાબર ડેરી હવે બાઉન્સરોના સહારે! દૂધના ટેન્કરો સાથે મસલ પાવર
સાબર ડેરીમાં દૂધની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેનું મુખ્ય કારણ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો
સાબર ડેરીમાં દૂધની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેનું મુખ્ય કારણ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોનો ભાવફેર ઘટાડવા સામેનો ઉગ્ર વિરોધ છે. પશુપાલકોના આંદોલનને કારણે દૂધ મંડળીઓ બંધ રહી, જેના પરિણામે દૈનિક 26 લાખ લીટરની સરખામણીએ માત્ર 11 લાખ લીટર દૂધની આવક થઈ. આ ઘટાડાને પહોંચી વળવા સાબર ડેરીએ બનાસ ડેરીમાંથી 10 જેટલા દૂધના ટેન્કરો મંગાવ્યા હતા.
દૂધના ટેન્કરો સાથે બાઉન્સરો
જેને પોલીસ સુરક્ષા હેઠળ વિજાપુર-હિંમતનગર રોડ પરથી લાવવામાં આવ્યા. પશુપાલકોએ ભાવફેરમાં 10-17 ટકાના ઘટાડાને કારણે રોષે ભરાયેલા પશુપાલકોએ રસ્તાઓ પર દૂધ ઢોળીને, નનામી કાઢીને અને હાઈવે ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો.
પશુપાલકોએ ટેન્કરોમાંથી દૂધ રસ્તા પર ઢોળ્યું
આ વિરોધ દરમિયાન કેટલાક પશુપાલકોએ ટેન્કરોમાંથી દૂધ રસ્તા પર ઢોળ્યું, જેના વિડીયો વાયરલ થયા. પોલીસ સાથેના ઘર્ષણમાં એક પશુપાલકનું મોત થયું, જેનાથી આક્રોશ વધ્યો હતો. મળતા અહેવાલ પ્રમાણે ગ્રામ્ય પંથકો માંથી દૂધ ભરીને નીકળેલા ટેન્કરોને પોલીસ બંદોબસ્ત આપવામાં આવ્યો છે, તો બીજી તરફ દૂધના ટેન્કરો સાથે સાબર ડેરી પોતાના બાઉન્સર મોકલ્યા છે.












