Video: સાંતલપુરમાં વરસાદનો કહેર, છપાન ટેકરી વાસમાં રહેતા પરિવારોનું કરાયું રેસ્ક્યુ
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં છેલ્લા 48 કલાકમાં 13 ઇંચ અને ખાસ
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં છેલ્લા 48 કલાકમાં 13 ઇંચ અને ખાસ કરીને છેલ્લા 24 કલાકમાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે, જેના કારણે વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, ખાસ કરીને તળાવ વિસ્તાર અને છપાન ટેકરી વાસમાં ઘરોમાં પાણી ઘૂસી જતાં જનજીવન પ્રભાવિત થયું છે.
સ્થાનિક તંત્રે તાત્કાલિક પગલાં લઈને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું છે. સાંતલપુર મામલતદાર, ફાયર વિભાગ, પોલીસ અને અન્ય વહીવટી અધિકારીઓએ અસરગ્રસ્ત પરિવારોને સુરક્ષિત સ્થળે ખસેડવાનું કામ હાથ ધર્યું. ખાસ કરીને તળાવ વિસ્તાર અને છપાન ટેકરી વાસના રહેવાસીઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.
વહીવટી તંત્ર દ્વારા નુકસાનનું મૂલ્યાંકન અને રાહત કાર્યો શરૂ કરવામાં આવ્યા છે. સ્થાનિકોને સલામત સ્થળોએ ખસેડવા અને મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવા માટે સતત પ્રયાસો ચાલુ છે.





