VIDEO: Patanના તારાનગર ગામમાં દારૂ અને જુગાર નાબૂદી માટે નવી પહેલ, મોટા દંડની કરી જોગવાઈ
પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના તારાનગર ગામમાં દારૂ અને જુગાર જેવા દુષણોને નાબ
પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના તારાનગર ગામમાં દારૂ અને જુગાર જેવા દુષણોને નાબૂદ કરવા માટે એક મહત્ત્વપૂર્ણ ગામ સભા યોજાઈ. આ સભામાં ગામના આગેવાનો, વડીલો અને યુવાનો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા. સભામાં ગામમાં દારૂનું વેચાણ, સેવન અને જુગારની પ્રવૃત્તિઓને રોકવા માટે કડક નિર્ણય લેવાયો.
સર્વસંમતિથી નક્કી કરવામાં આવ્યું કે, આવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ વ્યક્તિને 11,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. આ પહેલનો હેતુ ગામને દુષણમુક્ત બનાવી, સામાજિક સંવાદિતા અને શાંતિ જાળવવાનો છે.




