મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Patan news: જાહેર રસ્તા પર વાડી બનાવવાની હિલચાલ, કલેક્ટરને કરાઈ રજૂઆત 

Patan news: હારીજ તાલુકાના ગોવના ગામે જાહેર માર્ગો પર કથિત રીતે દબાણો વધ

Patan news: જાહેર રસ્તા પર વાડી બનાવવાની હિલચાલ, કલેક્ટરને કરાઈ રજૂઆત 

Patan news: હારીજ તાલુકાના ગોવના ગામે  જાહેર માર્ગો પર કથિત રીતે દબાણો વધી ગયા છે. આ બાબતે પાટણ જિલ્લા વહીવટી તંત્રને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, છતાં આ સમસ્યાનું  નિરાકરણ આવતું નથી.  

પ્રાપ્ત માહિતી મુજબ  હારીજ તાલુકાના ગોવના ગામે કેટલીક જગ્યાએ ગેરકાયદે દબાણ કરવા અંગે પ્રજાપતિ અને દેવીપુજક સમાજે તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, પોલીસ તંત્ર સહિતનાને રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ ન આવતા સ્થાનિકોએ પાટણ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ અંગે રજૂઆત કરી હતી.  

ગ્રામજનોનુ કહેવું છે કે જે જાહેર રસ્તો વર્ષોથી અમે ઉપયોગ કરી રહ્યા છે તે દેસાઈ સમાજ દ્વારા બંધ કરવામાં આવ્યો છે. અહીં વાડી બનાવવાની હિલચાલ વચ્ચે દરવાજો મૂકી અવર જવર બંધ કરાતા ગ્રામજનો ને અન્ય લાંબા રસ્તેથી નીકળવું પડે છે, જેથી કલેકટર સમક્ષ રજૂઆત કરી આ સમસ્યાનું નિરાકરણ લાવવા ગ્રામજનોની માંગ છે. 

આ સમાચાર શેર કરો