VIDEO: રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભાવનગર-અયોધ્યા એક્સપ્રેસ ટ્રેનને આપી લીલી ઝંડી
VIDEO: ગુજરાત અને ઉત્તર પ્રદેશ બંને રાજ્યને એકસાથે જોડતી વધુ એક ટ્રેન ગુજ
VIDEO: ગુજરાત અને ઉત્તર પ્રદેશ બંને રાજ્યને એકસાથે જોડતી વધુ એક ટ્રેન ગુજરાતને ફાળે આવી છે. ભાવનગર અને અયોધ્યાને જોડતી અયોધ્યા એક્સપ્રેસ ટ્રેનને રેલમંત્રી અશ્વિન વૈષ્ણવે લીલી ઝંડી આપી એક્સપ્રેસ ટ્રેનને રવાના કરી હતી. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, રાજ્યના ધારાસભ્ય હાજર રહ્યા હતા. આ દરમિયાન રેલ મંત્રીએ દેશમાં અન્ય બે ટ્રેનો રીવા-પૂણે અને રાયપુર-જબલપુર ટ્રેનને વર્ચ્યુઅલ લીલી ઝંડી આપી હતી. રેલ મંત્રીએ ભાવનગર રેલવે માટે બે જાહેરાતો કરી હતી.
ભાવનગર પોર્ટ ઉપર કન્ટેનર ટર્મિનલ બનશે તેમજ ભાવનગર ડિવિઝનની અંદર આવેલા પોરબંદરથી રાજકોટને જોડતી નવી ટ્રેન શરૂ કરવામાં આવશે. કન્ટેનર વ્યાપારને વધુ વેગ મળે તે માટે પણ રેલમંત્રીએ જાહેરાત કરી હતી. ધોલેરા સ્માર્ટ સિટીમાં સેમી કંડકટર હબને કારણે ભાવનગરનો વિકાસ થશે તેવું તેમને જણાવ્યું હતું. આ ઉપરાંત તેમને જણાવ્યું કે, ધોલેરામાં સેમિકન્ડક્ટર હબને લઈને ટાટા ઇન્ડસ્ટ્રી આવવાની છે તેનો પણ ઉલ્લેખ રેલ મંત્રીએ કર્યો હતો. સેમી કંડકટર ઇકો સિસ્ટમનો વ્યાપ વધશે તેની સાથે સંકળાયેલા અન્ય વેપાર ઉદ્યોગનો પણ વિકાસ થશે જેનો સીધો લાભ ભાવનગરને મળશે.
ભાવનગરથી અયોધ્યા વચ્ચે શરૂ કરાઈ ટ્રેન
લોકોની માંગને પૂરી કરતા ભાવનગર અને આસપાસના વિસ્તારોના ભારતીય રેલવેએ ભાવનગર અને અયોધ્યા વચ્ચે એક નવી ટ્રેન સેવા શરૂ કરી છે. આ નવી ટ્રેન યાત્રાળુઓ, પ્રવાસીઓ તેમજ વ્યવસાય અને રોજગાર માટે મુસાફરી કરતા મુસાફરો માટે અત્યંત સુવિધાજનક રહેશે અને લોકોને વિવિધ સ્થળો સાથે જોડવામાં મદદ કરશે. આ ટ્રેનના કારણે00 આર્થિક પ્રવૃત્તિઓ અને પર્યટનને વેગ મળશે, રોજગારની તકો ઉભી થશે અને ક્ષેત્રોનો સમગ્ર વિકાસ થશે. ટ્રેન નંબર 19201 ભાવનગર ટર્મિનસ-અયોધ્યા કેન્ટ (સાપ્તાહિક) એક્સપ્રેસ ની નિયમિત સેવા 11 ઓગસ્ટ, 2025 થી રહેશે. આ ટ્રેન દર સોમવારે 13:50 વાગ્યે ભાવનગર ટર્મિનસ થી ઉપડશે અને બીજા દિવસે 18:30 વાગ્યે અયોધ્યા કેન્ટ સ્ટેશન પહોંચશે.
અયોધ્યા કેન્ટ-ભાવનગર ટર્મિનસ (સાપ્તાહિક) એક્સપ્રેસ
આ જ પ્રકારે ટ્રેન નંબર 19202 અયોધ્યા કેન્ટ-ભાવનગર ટર્મિનસ (સાપ્તાહિક) એક્સપ્રેસ દર મંગળવારે અયોધ્યા કેન્ટ સ્ટેશનથી 22:30 વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે (ગુરુવારે) 04:45 વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 12 ઓગસ્ટ, 2025 થી નિયમિત રીતે દોડશે.
ટ્રેનના સ્ટોપેજ: ભાવનગર પરા, સિહોર (ગુજરાત), ધોળા, બોટાદ, લીંબડી, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ, બ્યાવર, અજમેર, કિસનગઢ, જયપુર, ગાંધીનગર જયપુર, બાંદીકુઇ, ભરતપુર, ઇદગાહ આગ્રા, ટુંડલા, કાનપુર સેન્ટ્રલ, લખનૌ અને બારાબંકી સ્ટેશન. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, એસી 3-ટાયર (ઇકોનોમી), સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે.








