Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Pakistan news: Massive explosion in Khyber Pakhtunkhwa, Pakistan, 5 children killed, 12 injured

Pakistan news: પાકિસ્તાનના ખૈબરપખ્તુનખ્વામાં પ્રચંડ વિસ્ફોટ, 5 બાળકોનાં મોત, 12 ઈજાગ્રસ્ત

Timeછેલ્લું અપડેટ : 02 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Pakistan news: પાકિસ્તાનના ખૈબરપખ્તુનખ્વામાં પ્રચંડ વિસ્ફોટ, 5 બાળકોનાં મોત, 12 ઈજાગ્રસ્ત
સોર્સ : GSTV News

Pakistan news: પાડોશી દેશ પાકિસ્તાનના સૌથી અશાંત વિસ્તાર એવા ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના લક્કી મરવત જિલ્લામાં શનિવારે 02 ઓગસ્ટે બપોરના સમયે એક ઘાતક વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ એક જૂના મોર્ટાર શેલમાં થયો હતો. આ ઘટનામાં 5 બાંળકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા અને અન્ય 12 બાળકો ઈજાગ્રસ્ત થયા હતા. 
 
બાળકો ટેકરીઓ પરથી મોર્ટાર શેલ ગામમાં લઈ ગયા
આ ઘટના ત્યારે બની જ્યારે બાળકોના એક જૂથને ટેકરીઓમાંથી એક ન ફૂટેલો મોર્ટાર શેલ મળ્યો અને તેઓ તેને તેમના ગામમાં લાવ્યા. પોલીસના જણાવ્યા અનુસાર, બાળકોને ખબર નહોતી કે તે બોમ્બ છે અને રમતી વખતે શેલ ફૂટ્યો. વિસ્ફોટમાં પાંચ બાળકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે 12 અન્ય ઘાયલ થયા હતા.

App Store

ઘણા બાળકોની હાલત ગંભીર
મોર્ટાર શેલના વિસ્ફોટ પછી, બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતકો અને ઈજાગ્રસ્તોને નજીકની શહેરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, ઘણા ઘાયલ બાળકોની હાલત ગંભીર છે. આ અકસ્માતથી વિસ્તારમાં ગભરાટ ફેલાયો