BSNLનો જોરદાર ઝટકો, આ સસ્તા પ્લાનમાં કર્યો આવો ફેરફાર, વાંચો

BSNL: એકબાજું યુઝર્સને 1 રૂપિયામાં એક મહિનાની વેલિડિટી આપી રહી છે, જ્યારે બીજીબાજું આ સરકારી કંપની પોતાના ઘણા સસ્તા રિચાર્જ પ્લાનની વેલિડિટી ઘટાડી રહી છે. તાજેતરમાં કંપનીએ 197 રૂપિયાના પ્લાનની વેલિડિટી ઓછી કરી દીધી હતી. ત્યારબાદ કંપનીએ 99 રૂપિયાના પ્લાનની વેલિડિટી પણ રિવાઈઝ કરી હતી. હવે કંપની 147 રૂપિયા વાળા સસ્તા પ્લાનની વેલિડેટી પણ ઓછી કરી દીધી છે.
BSNLનો 147 રૂપિયા વાળો પ્લાન
ભારતદ સંચાર નિગમ લિમિટેડનો આ પ્લાન 30 દિવસની વેલિડિટીની સાથે આવે છે. આ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગ અને ફ્રી નેશનલ રોમિંગ મળે છે. આ ઉપરાંત યુઝર્સને આ પ્લાનમાં 10 જીબી હાઈ સ્પીડ ડેટા ઓફર કરે છે. આ પ્લાનમાં પણ યુઝર્સને ફ્રી એસએમએસનો લાભ નહિ મળે.
BSNLના આ પ્લાનમાં યુઝર્સને હવે 25 દિવસની વેલિડિટી મળશે. કંપનીએ આની વેલિડિટીમાં 5 દિવસનો કાપ મૂક્યો છે. જો કે, આમાં મળતા ફાયદાઓની વાત કરીએ તો આમાં કોઈ કાપ નથી કર્યો. યુઝર્સને આ પ્લાનમાં હજી અનલિમિટેડ વોઈસ કોલિંગ, ફ્રી નેશનલ રોમિંગ અને 10 જીબી ડેટાનો લાભ મળશે.
BSNL પણ ખાનગી કંપનીઓના રસ્તે
ખાનગી કંપનીઓની જેમ BSNL પણ પ્લાનના દર ઘટાડીને અને લાભ ઘટાડીને વપરાશકર્તાઓને મૂંઝવણમાં મૂકી રહ્યું છે. કંપનીએ ત્રણ પ્લાનના દર ઘટાડ્યા નથી પરંતુ તેમની માન્યતા ઘટાડી છે. 99 રૂપિયાના પ્લાનની માન્યતા પહેલા 18 દિવસની હતી, જે હવે ફક્ત 15 દિવસની છે. તે જ સમયે, 197 રૂપિયાના પ્લાનની માન્યતા પણ 16 દિવસ ઘટાડી દેવામાં આવી છે. આ પ્લાનની માન્યતા પહેલા 70 દિવસની હતી, જે હવે ઘટાડીને 54 દિવસ કરવામાં આવી છે. આ ઉપરાંત, સરકારી ટેલિકોમ કંપની ARPU એટલે કે પ્રતિ વપરાશકર્તા સરેરાશ આવક વધારવા પર પણ ભાર મૂકી રહી છે.

