Business Astro: શેર માર્કેટનું અઠવાડિક ભવિષ્ય, આગામી અઠવાડિયે કેવું રહેશે બજાર, જાણો

Astro Business
ડૉ. હેમિલ લાઠિયા
જ્યોતિષાચાર્ય
મંગળવાર, તા. 05-08- 2025, જ્યેષ્ઠા નક્ષત્ર, વૃશ્ચિક રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી માહોલ રહેશે. બજાર સમય 2 થી 3 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની ધારણા છે. ફાર્મા, એગ્રો, માઇન, પાવર અને એનર્જી સેક્ટરના શેરો પ્રભાવિત થવાની સંભાવના છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રો કોમેડિટીમાં ચીલી, સરસવ, ગુવાર ગમ અને ગુવાર સીડ પ્રભાવિત થવાની શક્યતા છે.
બુધવાર, તા. 06-08-2025, મૂળ નક્ષત્ર ધન રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી માહોલ રહેવાની શક્યતા છે. બજાર સમય 12થી 1 વાગ્યા દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે.બેન્ક, ફાયનાન્સ કોમ્પ્યુટર્સ અને લોજિસ્ટિક સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ, સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં મગ, મેન્થા, એલચી, ધાણા અને જીરા પ્રભાવિત થવાની ધારણા છે
ગુરૂવાર, તા. 07-08-2025, પૂ.ષા નક્ષત્ર, ધન રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 1 થી 2 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે.મેનેજમેન્ટ, ફૂડ, એફએમસીજી અને પીએસયુ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા છે. મેટલમાં સિલ્વર પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા હળદર, સોયાબીન, સરસવ, મકાઇ અને ચણા પ્રભાવિત થવાની શક્યતા છે.
શુક્રવાર, તા. 08-08-2025, ઉ.ષા. નક્ષત્ર, મકર રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 11 થી 12 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. કેમિકલ્સ, ફૂડ્સ, ડેરી, એન્ટરટેઇનમેન્ટ અને હોટેલ સેક્ટર પ્રભાવિત થવાની શક્યતા છે. મેટલમાં સિલ્વર પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા કપાસ, ચણા, તલ, મગફળી, એરંડા પ્રભાવિત થવાની શક્યતા છે.
સોમવાર, તા. 11-08- 2025, શત તારા નક્ષત્ર. કુંભ રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં સાધારણ તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 10 થી 11 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. પાવર, ગેસ, શિપિંગ, લીકર, અને ફાર્મા સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં એરંડા,ગુવારગમ, ગુવાર સીડ અને જવ પ્રભાવિત થવાની ધારણા છે.

