મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મોદી-ફ્રેડરિક મર્ઝે ભારત-જર્મનીની ફ્રેન્ડશિપનો પતંગ ચગાવ્યો, જીપમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ નિહાળ્યો

ગુજરાતના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરમતી ગાંધી આશ્રમ ખાતે જર્મન ચાન્સેલ

તસવીર: GSTV

ગુજરાતના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરમતી ગાંધી આશ્રમ ખાતે જર્મન ચાન્સેલર ફ્રીડ્રિચ મર્ઝનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. આ મુલાકાત દરમિયાન બંને મહાનુભાવોએ આશ્રમમાં બિરાજમાન મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાસુમન અર્પિત કર્યા હતા.

પીએમ મોદી અને જર્મન ચાન્સેલરે ગાંધીજીના નિવાસસ્થાન 'હૃદયકુંજ'ની મુલાકાત લીધી

પીએમ મોદી અને જર્મન ચાન્સેલરે ગાંધીજીના નિવાસસ્થાન 'હૃદયકુંજ'ની મુલાકાત લીધી હતી. વડાપ્રધાને જર્મન મહેમાનને આશ્રમની ગરિમા અને પૂજ્ય બાપુના અહિંસાના સંદેશ વિશે વિગતવાર માહિતી આપી હતી. બંને નેતાઓએ આશ્રમમાં ચરખા કાંતવાની પ્રવૃત્તિનું પણ નિરીક્ષણ કર્યું હતું.

ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનો પ્રારંભ 

વડાપ્રધાન મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક રિવરફ્રન્ટ પર પહોંચી ગયા છે. હવે અહીં ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. આ ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલમાં દેવિદેશથી 50 દેશના 135 પતંગબાજો ભાગ લેવાના છે. દેશના 13 રાજ્યો તથા ગુજરાતના 16 જિલ્લાના 871 પતંગરસીયાઓ પણ અહીં આવી પહોંચ્યા છે. હાલમાં પીએમ મોદી અને જર્મન ચાન્સેલર પણ અહીં હાજર છે. 

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજે 'ભારત-જર્મની ફ્રેન્ડશિપ'ના રંગો આકાશમાં જોવા મળ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પહોંચતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.બંને નેતાઓએ ખુલ્લી જીપમાં સવાર થઈ પતંગબાજોનું અભિવાદન ઝીલ્યું હતું અને 'હર હર મોદી, ઘર ઘર મોદી' તથા મિત્રતાના સંદેશ સાથેનો પતંગ ચગાવ્યો હતો.

પીએમ મોદીએ જર્મન ચાન્સેલરનેગુજરાતના સમૃદ્ધ ઇતિહાસ વિશે ઊંડાણપૂર્વક સમજણ આપી

પીએમ મોદીએ જર્મન ચાન્સેલરને પતંગ બનાવવા પાછળની કળા અને ગુજરાતના સમૃદ્ધ ઇતિહાસ વિશે ઊંડાણપૂર્વક સમજણ આપી હતી. કાર્યક્રમ સ્થળે ખાસ ઊભી કરાયેલી 'હેરિટેજ પોળ' નિહાળતી વખતે વડાપ્રધાને પોળની સંસ્કૃતિ અને ત્યાંના મકાનોની વિશેષતા સમજાવી હતી. વિવિધ રાજ્યોની સંસ્કૃતિ અને ભારતની વિરાસત જોઈ ચાન્સેલર મર્ઝ અભિભૂત થયા હતા.

PM નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સલેરે ગાંધી આશ્રમની મુલાકાત લીધી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુૂં. PM નરેન્દ્ર મોદી ગાંધીઆશ્રમ પહોંચ્યા હતા, PM મોદી ગાંધીઆશ્રમ નવીનીકરણ પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી.જર્મન ચાન્સલેર અને PM મોદીએ ગાંધીઆશ્રમની મુલાકાત લીધી હતી.

પીએમ મોદી અને જર્મન ચાન્સેલર વચ્ચે મહાત્મા મંદિરમાં દ્વિપક્ષીયે બેઠક યોજાશે  બંને દેશોના નેતાઓની મુલાકાત દરમિયાન સૌથી વધુ ધ્યાન 8 બિલિયન ડોલરના સબમરીનની ડીલ પર રહેશે, જે બંને દેશો વચ્ચે અત્યાર સુધીની સૌથી મોટી સંરક્ષણ ભાગીદારી બની શકે છે. સંરક્ષણ ઉપરાંત જર્મની ભારત પાસેથી ગ્રીન એમોનિયા ખરીદવા માટે પણ આતુર છે.

દિલ્હીમાં યુવા સંવાદ

ગુજરાતના કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ, વડાપ્રધાન નવી દિલ્હી જવા રવાના થશે. સાંજે 4:30 વાગ્યે, તેઓ દિલ્હીના ભારત મંડપમ ખાતે 'વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2026' માં ભાગ લેશે. આમ, 12 જાન્યુઆરીનો દિવસ વડાપ્રધાન માટે સાંસ્કૃતિક, રાજદ્વારી અને યુવા-કેન્દ્રિત કાર્યક્રમોથી ભરપૂર રહેશે.આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ: ત્યારપછી, સવારે 10:00 વાગ્યે, તેઓ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેશે.

ગાંધીનગરમાં મહત્વપૂર્ણ રાજદ્વારી બેઠક

અમદાવાદના કાર્યક્રમો બાદ, વડાપ્રધાન ગાંધીનગર જવા રવાના થશે. સવારે 11:15 વાગ્યે, તેઓ ગાંધીનગરના મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર ખાતે જર્મનીના ફેડરલ ચાન્સેલર સાથે એક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક કરશે. આ બેઠક ભારત-જર્મની સંબંધો માટે અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો