Video: પાણીપુરીવાળા ભૈયાજીએ ઓછી પાણીપુરી આપતા મહિલાનો પારો આસમાને, લારીની સામે રસ્તાની વચ્ચે બેસી ગઈ
વડોદરા શહેરના સુરસાગર રોડ પર એક અજીબોગરીબ ઘટના બની ગઈ છે, જેનો વીડિયો સોશિયલ મીડ
વડોદરા શહેરના સુરસાગર રોડ પર એક અજીબોગરીબ ઘટના બની ગઈ છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પાણીપુરીની શોખીન એક મહિલા પાણીપુરી ખાવા તો ગઈ. પરંતુ નાની અમથી વાતમાં પાણીપુરીવાળા સાથે બોલવાનું થતા તેની લારી સામે જ રસ્તા પર બેસી વિરોધ નોધાવ્યો. નાની વાતે આખા મુખ્યમાર્ગ પર ડ્રામા ક્રિએટ કરી નાખ્યો.
મહિલાએ લારીવાળાને પુરા પૈસા ચૂકવ્યા હતા. છતાં ઓછી પૂરીઓ મળ્યા હોવાનો આક્ષેપ કર્યો, અને ગુસ્સે થઈને તે રસ્તાની વચ્ચે જ બેસી ગઈ. આ ઘટના કારચાલકો અને પગપાળા ચાલનારાઓ માટે કુતૂહલનો વિષય બની ગઈ, અને હવે તે ચર્ચાનો વિષય છે. આ ખરેખર વિરોધ છે કે પબ્લિસિટી સ્ટંટ તે પણ એક ચર્ચાનો વિષય બની ગયો છે.
શું બન્યું આ ઘટનામાં?
વડોદરાના વ્યસ્ત સુરસાગર રોડ પર, ન્યાયમંદિર (ગાંધી ચિંધડા) નજીક આ નાટકીય દ્રશ્ય રચાયું. મહિલા, જે પાણીપુરી ખાવાની શોખીન હતી, તે ચાટેકદાર પાણીપુરીનો આનંદ માણવા લારી પર પહોંચી. તેણે રકમ પૂરી ચૂકવી પરંતુ વેચાણકર્તા 'ભૈયાજી'એ તેને ઓછી પૂરી આપી હતી. જેને લઇ મહિલાનો પારો આસમાને પહોચી ગયો. તેણે કહ્યું કે પૈસા પૂરા ચૂકવ્યા હોવા છતાં, જરૂરી માત્રામાં પૂરી આપી નથી.
જો કે લારી વાળાએ આ વાતને નકારી કાઢી, જેના જવાબમાં મહિલાએ અનોખો વિરોધ નોંધાવ્યો. તે ચૂપચાપ રસ્તાની વચ્ચે જ બેસી ગઈ! ટ્રાફિકથી ધમધમતા માર્ગ પર આ ધટનાને લઇ કેટલાક વાહનોને રોકવું પડ્યું, જ્યારે અન્ય વાહનચાલકો મહિલાને આ રીતે બેસેલી જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. વીડિયોમાં જોવા મળે છે કે મહિલા રસ્તા પર બેઠી છે, અને આસપાસ લોકો તેને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. GSTV આ Videoની પુષ્ટિ કરતું નથી.
















