મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: પુણેમાં NCP નેતાના પુત્રએ SUVથી ટેમ્પો ટ્રકને મારી ટક્કર, ત્રણ ઘાયલ

પૂણેના ડેપ્યુટી મેયર અને NCP શરદ પવારના પક્ષના નેતા બંધુ ગાયકવાડના પુત્રની પૂરઝડપે દોડતી SUVએ ટેમ્

પૂણેના ડેપ્યુટી મેયર અને NCP શરદ પવારના પક્ષના નેતા બંધુ ગાયકવાડના પુત્રની પૂરઝડપે દોડતી SUVએ ટેમ્પો-ટ્રકને ટક્કર મારી છે. આ અકસ્માતમાં બે લોકો ઘાયલ થયા હતા. મળતી માહિતી મુજબ જ્યારે આ અકસ્માત થયો ત્યારે બંધુ ગાયકવાડનો પુત્ર સૌરભ દારૂના નશામાં ગાડી ચલાવી રહ્યો હતો. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના મંગળવારે સવારે લગભગ 5 વાગ્યાની આસપાસ બની હતી.

વીડિયોમાં જોઈ શકાય છે કે ખાલી રોડ પર એક ટેમ્પો-ટ્રક ચિકન લઈને જઈ રહ્યો હતો, તે દરમિયાન સામેથી એક SUV આવે છે અને ટેમ્પો-ટ્રક સાથે અથડાઈ જાય છે. બનાવને પગલે બંને વાહનોને ભારે નુકસાન થયું હતું. અથડામણ બાદ મરઘીઓ પણ રસ્તાના કિનારે પડી જાય છે. અકસ્માતમાં ટેમ્પો ટ્રકમાં મુસાફરી કરી રહેલા બંને યુવકો અને સૌરભને ઈજા થઈ હતી. પોલીસે સૌરભ ગાયકવાડ સામે ગુનો નોંધ્યો છે.

અકસ્માતમાં NCP નેતાના પુત્ર  સહિત 3 ઘાયલ

અકસ્માત બાદ સ્થાનિક લોકો ત્રણેયને હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં ત્રણેયની સારવાર ચાલી રહી છે. માહિતી અનુસાર, એવું સામે આવ્યું છે કે NCP નેતાનો પુત્ર સૌરભ દારૂના નશામાં ડ્રાઇવિંગ કરી રહ્યો હતો, જો કે હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી.

મહારાષ્ટ્રમાં બે મહિનામાં ત્રીજો મોટો VVIP અકસ્માત

આ પહેલા પુણેમાં એક પોર્શ કારે બાઇકને ટક્કર મારી હતી. દારૂના નશામાં 17 વર્ષનો યુવક કાર ચલાવી રહ્યો હતો. આ દુર્ઘટનાના બે મહિના પછી, 7 જુલાઈએ શિવસેનાના નેતા રાજેશ શાહના પુત્ર મિહિર શાહે વર્લીમાં એક સ્કૂટરને BMW કારથી ટક્કર મારી હતી. જેમાં 45 વર્ષીય મહિલાનું મોત થયું હતું. મળતી માહિતી મુજબ મિહિર શાહે વખત દારૂ પીધો હતો. અકસ્માત બાદ મિહિર શાહ ફરાર થઈ ગયો હતો અને પોલીસે ગયા અઠવાડિયે જ તેની ધરપકડ કરી હતી.

આ સમાચાર શેર કરો