Video: Sabarkantha ના પેથાપુર ગામે રહસ્યમય બ્લાસ્ટ, મકાનના બારી-બારણા સહિતનો મોટાભાગનો સામાન થયો વેરવિખર
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના પેથાપુર ગામે વહેલી સવાર
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના પેથાપુર ગામે વહેલી સવારે એક અસામાન્ય અને રહસ્યમય ઘટના બની છે, જેમાં એક મકાનમાં અચાનક મોટો બ્લાસ્ટ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
બ્લાસ્ટથી ભારે નુકસાન
વહેલી સવારે થયેલા આ બ્લાસ્ટને કારણે મકાનને ભારે નુકસાન થયું છે. બ્લાસ્ટની તીવ્રતા એટલી હતી કે મકાનના બારી-બારણા સહિતનો મોટાભાગનો સામાન તૂટી ગયો હતો. આ ઘટનાને પગલે આજુબાજુના લોકો ભયભીત થઈ ગયા હતા અને સમગ્ર ગામમાં દહેશતનો માહોલ ફેલાયો હતો.
રસોડાની ગેસની બોટલ સલામત
ચોંકાવનારી વાત એ છે કે, આટલો મોટો બ્લાસ્ટ થયો હોવા છતાં, મકાનના રસોડામાં રહેલી ગેસની બોટલ સંપૂર્ણપણે સલામત છે. સામાન્ય રીતે મકાનમાં બ્લાસ્ટ થવાનું મુખ્ય કારણ ગેસ લીકેજ કે સિલિન્ડર ફાટવું હોય છે, પરંતુ આ કિસ્સામાં બોટલ સલામત હોવાથી બ્લાસ્ટનું કારણ વધુ રહસ્યમય બન્યું છે.
પોલીસ અને FSLની ટીમ ઘટનાસ્થળે
બ્લાસ્ટનું ચોક્કસ કારણ જાણવા માટે હિંમતનગર ગ્રામ્ય પોલીસની ટીમ અને FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. FSLની ટીમ દ્વારા હવે બ્લાસ્ટ કયા પદાર્થ કે કારણસર થયો તેની સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ આ ઘટના પાછળ કોઈ ષડયંત્ર છે કે અન્ય કોઈ ટેક્નિકલ ખામી, તે દિશામાં પણ તપાસ કરી રહી છે.







