મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Sabarkantha: મગફળીની ખરીદીમાં બેદરકારી, ખરીદ કેન્દ્રો પર ફોટો સેશન કરી અધિકારીઓ ગાયબ

ગુજરાત સરકારે ખેડૂતોને સહાયભૂત થવાના ઉદ્દેશથી, તેમની જણસને ટેકાના ભાવે ખરીદવાનો નિર્ણ

ગુજરાત સરકારે ખેડૂતોને સહાયભૂત થવાના ઉદ્દેશથી, તેમની જણસને ટેકાના ભાવે ખરીદવાનો નિર્ણય જાહેર કર્યો હતો. આ મુજબ આજથી ગુજરાતમાં વિવિધ ખરીદ કેન્દ્ર પર આજથી  સરકારે મગફળીની ખરીદી શરૂ કરી દીધી છે. ત્યારે સાબરકાંઠાના હિંમતનગરમાં ખરીદીના નામે તાયફા થયા છે. અહીં ખરીદીની જવાબદારી ધી સાબરકાંઠા જિલ્લા સહકારી દિવેલા તેલબિયા સંઘને અપાઈ છે. ત્યારે સરકાર દ્વારા આજથી શરૂ થનાર ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં મોટી બેદરકારી જોવા મળી છે.

દિવેલા સંઘના મેનેજર સહિત જવાબદારોની મોટી લાપરવાહી સામે આવી છે. સરકારના નિયમો અનુસાર રોજેરોજ 50 થી 60 ખેડૂતોને મેસેજ કરવાનો આદેશ હતો, પરંતુ ખરીદીના પ્રથમ દિવસે માત્ર પાંચ ખેડૂતોને જ મેસેજ કરાયા છે. ત્યારે દિવેલા સંઘને ફાળવવામાં આવેલા સેન્ટરો પર ફક્ત કરવામાં આવ્યું ફોટો સેશન જ કરવામાં આવ્યું અને ત્યારબાદ જવાબદાર અધિકારીઓ, કર્મીઓ સ્થળ ઉપરથી ગાયબ થઈ ગયા. 

નોંધનીય છે કે, કમોસમી વરસાદની આફત બાદ ટેકાના ભાવે શરૂ થનાર મગફળીના સેન્ટરો ઉપર તાયફા જોઈ ખેડૂતોમાં રોષ છે. સરકારમાં વાહવાહી કરાવવા માટે શ્રીફળ કંકુ તિલક બાદ પણ સહકારી જીન સેન્ટર સુમસામ છે. ત્યારે દિવેલા સંઘના જવાબદાર અધિકારી સહિત સંઘના ચેરમેનને ભૂલ સ્વીકારી હતી. ત્યારે પ્રથમ દિવસે સહકારી જીન ખાતેના સેન્ટર પર એકપણ ખેડૂત ફરક્યો નહીં. 

આ સમાચાર શેર કરો