મુખ્ય સામગ્રી પર જાઓ

Video: નસવાડી નજીક કોલસા ભરેલી ટ્રકમાં લાગી ભીષણ આગ,ફાયર ફાઈટરના અભાવે કલાકો સુધી અફરાતફરી

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી નજીક કંડવા-રતનપુરા રોડ પર એક મોટી દુર્ઘટના બની છે, જ્યાં કોલસા ભ

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી નજીક કંડવા-રતનપુરા રોડ પર એક મોટી દુર્ઘટના બની છે, જ્યાં કોલસા ભરેલી એક ટ્રક ભીષણ આગમાં લપેટાઈ ગઈ હતી. પ્રાથમિક અનુમાન મુજબ, ટ્રકના વાયરિંગમાં ખામી સર્જાતા આગ લાગી હોવાનું માનવામાં આવે છે. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ટ્રકનો મોટો ભાગ સળગી ગયો હતો.

ફાયર ફાઈટરનો અભાવ:

જાહેરાત

આ ઘટનામાં સૌથી મોટી સમસ્યા ફાયર ફાઈટરની ગેરહાજરી રહી. ફાયર ફાઈટરની વ્યવસ્થા ન હોવાને કારણે આગ પર કાબૂ મેળવવામાં ઘણા કલાકો સુધી લોકો અને સ્થાનિકો હેરાન-પરેશાન થયા હતા. આગ પર કાબૂ મેળવવા માટે સ્થાનિક લોકોએ જાતે જ પ્રયાસો શરૂ કર્યા હતા. નજીકમાં આવેલા હેન્ડપંપમાંથી ડોલે-ડોલે પાણી ઉલેચીને આગ ઠારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

પોલીસ કાર્યવાહી:

ઘટનાની જાણ થતાં જ નસવાડી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેવાની તથા ટ્રાફિક વ્યવસ્થા જાળવવાની કામગીરી હાથ ધરી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત