Video/ "લવ મેરેજ એટલે ડાયરેક્ટ ફાંસો!", સાળંગપુરના સ્વામી હરિપ્રકાશદાસજીના નિવેદનથી સોશિયલ મીડિયામાં ગરમાવો

Video/ "Love marriage means direct hanging!", Swami Hariprakash Dasji of Salangpur | રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન ખાતે હાલ હનુમાનજીની ભવ્ય 'યુવા કથા'નું આયોજ

સોર્સ: gstv

રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન ખાતે હાલ હનુમાનજીની ભવ્ય 'યુવા કથા'નું આયોજન કરવામાં આવ્યું છે. આ કથામાં યુવાનોને સંબોધતા સાળંગપુરના સ્વામી હરિપ્રકાશદાસજીએ લગ્ન જીવન, પ્રેમ અને વર્તમાન સામાજિક પરિસ્થિતિ પર અત્યંત વિવાદાસ્પદ અને ધારદાર નિવેદન આપ્યું છે, જેને લઈને હવે ભારે ચર્ચા શરૂ થઈ છે.

લવ મેરેજ અને અરેન્જ મેરેજની અનોખી વ્યાખ્યા

જાહેરાત

યુવા કથા દરમિયાન સ્વામીએ આજના સમયમાં વધતા જતા લવ મેરેજ પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, "લવ મેરેજ એટલે ડાયરેક્ટ ફાંસો ખાવો અને અરેન્જ મેરેજ એટલે વ્યવસ્થા કરીને ફાંસો ખાવો!" સ્વામીના આ નિવેદનથી ત્યાં હાજર લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું. તેમણે લગ્ન સંસ્થાને અત્યારના સમયમાં એક જોખમ તરીકે સરખાવી હતી.

"સોમવારે સામા મળ્યા અને શુક્રવારે સોગંદ..."

આજના સમયમાં યુવા પેઢીમાં જોવા મળતા ક્ષણિક પ્રેમ વિશે વાત કરતા સ્વામીએ કવિતાની શૈલીમાં કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે: સોમવારે સામા મળ્યા, મંગળવારે માયા લાગી, બુધવારે બોલ્યા ચાલ્યા, ગુરુવારે ગમી ગયા અને... શુક્રવારે તો સોગંદ પણ ખાઈ લીધા!

તેમણે સમજાવ્યું હતું કે આ પ્રકારનો ઉતાવળિયો પ્રેમ લાંબો સમય ટકતો નથી અને અંતે પસ્તાવાનો વારો આવે છે.

કિંજલ દવે અને આરતીનો કિસ્સો 

રાજ્યમાં હાલ જ્યારે જાણીતી સિંગર કિંજલ દવે અને સિંગર આરતીના સંબંધો અને અંગત જીવનના વિવાદો ચર્ચાના ચકડોળે ચડ્યા છે, ત્યારે સ્વામીના આ નિવેદનને તે કિસ્સાઓ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત