Video: કાંકરિયા લેકમાં બે વર્ષથી બંધ બોટિંગ સેવા કડક સુરક્ષા માર્ગદર્શિકા સાથે ફરી શરૂ

દિવાળી પહેલા જ અમદાવાદના કાંકરિયા તળાવના મુલાકાતીઓ માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા બે વર્ષથી બંધ રહેલી બોટિંગ સુવિધા પુનઃ શરૂ કરવાનો મહપાલિકા દ્વારા નિર્ણય લેવાયો છે.. નવી માર્ગદર્શિકા મુજબ બોટિંગ કરનાર દરેક મુલાકાતી માટે ૧૦ લાખ રૂપિયાનો વ્યક્તિગત વીમો, લાઈફ જેકેટ અને એમ્બ્યુલન્સની સુવિધા ફરજિયાત કરાઈ છે. સાથોસાથ સુરક્ષા માટે ૨૪ CCTV કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. પેડલ બોટના ૬૦ રૂપિયા , સ્પીડ અને પોન્ટૂન બોટના ૧૬૦ તેમજ શિકારા અને જીપ્સી બોટના ૧૫૦ રૂપિયાના દર નક્કી કરાયા છે. બોટિંગની સાથે ફ્લોટિંગ કેફે પણ શરૂ કરવામાં આવશે.
જાહેરાત








