Video: ૭૫૦૦ લીટર બાયોડીઝલ કેસમાં ભાજપ નેતાની સંડોવણીથી ખળભળાટ

સોર્સ: gstv

સુરેન્દ્રનગર જિલ્લાના પાણસીણા નજીકથી ૭૫૦૦ લીટર બાયોડીઝલ ભરેલું ટેન્કર અને કુલ ૨૭.૫૦ લાખનો મુદ્દામાલ ઝડપાયા બાદ પોલીસની તપાસમાં મોટો ધડાકો થયો છે. લીંબડી ડીવાયએસપી વિશાલ રબારીની આગેવાની હેઠળ કરાયેલા દરોડાનો રેલો હવે મૂળી તાલુકાના સહકાર ક્ષેત્ર સાથે જોડાયેલા ભાજપના એક ટોચના નેતા સુધી પહોંચ્યો છે. આ કાળા કારોબારમાં ભાજપ નેતાની ભાગીદારી હોવાની આશંકા વચ્ચે પોલીસે શક્તિસિંહ પરમારની પૂછપરછ હાથ ધરીને નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ગેરકાયદે બાયોડીઝલના આ દૂષણ સામે કડક વલણ અપનાવીને સુરેન્દ્રનગર પોલીસ દ્વારા ભાજપના નેતા સામે પણ ગુનો દાખલ કરવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત