Video: Ahmedabad 'મફત' પિઝા માટે પડાપડી, રાશન કાર્ડ જેવી લાંબી લાઈનો લાગી
Video: Long queues formed for 'free' pizza, like ration cards | અમદાવાદમાં મફત વસ્તુઓ મેળવવા માટે લોકોની પડાપડીના દ્રશ્યો ફરી એકવાર સામે આવ્યા છે. શહેરના પ્ર
અમદાવાદમાં મફત વસ્તુઓ મેળવવા માટે લોકોની પડાપડીના દ્રશ્યો ફરી એકવાર સામે આવ્યા છે. શહેરના પ્રહલાદનગર વિસ્તારમાં એક ખાનગી પિઝા કંપનીના નવા આઉટલેટના ઉદ્ઘાટન પ્રસંગે મફત પિઝા આપવાની જાહેરાત કરાતાં લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.
આઉટલેટના માલિકે સોશિયલ મીડિયા પર રીલ મૂકીને જાહેરાત કરી હતી કે સ્ટોર ઓપનિંગના દિવસે બપોરે 12 થી 2 વાગ્યા સુધી મફત પિઝા આપવામાં આવશે. આ જાહેરાતના પગલે સેંકડો લોકો દૂર-દૂરથી મફત પિઝા લેવા માટે પહોંચી ગયા હતા.
રેકોર્ડબ્રેક ભીડ
પિઝા લેવા માટે લોકોએ જાણે રાશન કાર્ડમાં અનાજ લેવા લાઈન લાગી હોય તેવી લાંબી કતારો લગાવી દીધી હતી. આયોજન મુજબ, બે કલાકમાં કુલ 1500 પિઝા મફત આપવાનો ટાર્ગેટ હતો, પરંતુ લોકોના ભારે ધસારાને કારણે માત્ર એક જ કલાકમાં આ ટાર્ગેટ પૂર્ણ થઈ ગયો હતો.
આઉટલેટ દ્વારા ગ્રાહકોને અલગ-અલગ ચાર ફ્લેવરના પિઝા મફત આપવામાં આવ્યા હતા. જોકે, એક કલાકમાં ટાર્ગેટ પૂર્ણ થયા બાદ પણ બાકી રહેલા લોકોને બપોરે 2 વાગ્યા સુધી પિઝા આપવાનું આયોજન ચાલુ રાખવામાં આવ્યું હતું.
આ ઘટનાએ શહેરમાં ચર્ચા જગાવી છે કે આ અમદાવાદના લોકોનો પિઝા પ્રત્યેનો ક્રેઝ છે કે પછી મફતનું ખાવાની મજા છે, જેના કારણે આટલી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.








