મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જામકંડોરણાના પાટીદાર આગેવાનના જયેશ રાદડિયા પર આકરા પ્રહાર, ટપોરી ગેંગનો વિવાદ વકર્યો

રાજ્યમાં 511 દીકરીના સમૂહલગ્ન પ્રસંગે સ્ટેજ પરથી ધારાસભ્ય જયેશ રાદડિયાએ લેઉવા પટેલના 2-3 ટકા આગેવા

રાજ્યમાં 511 દીકરીના સમૂહલગ્ન પ્રસંગે સ્ટેજ પરથી ધારાસભ્ય જયેશ રાદડિયાએ લેઉવા પટેલના 2-3 ટકા આગેવાનો ટપોરી હોવાનું નિવેદન કર્યું આપ્યું હતું. આ નિવેદનનો લેઉવા પટેલ સમાજમાં વિરોધ ઉઠ્યો છે અને રાદડિયા સામે સોશિયલ મીડિયાના માધ્યમથી સણસણતા જવાબ આપવામાં આવી રહ્યા છે.

 રાદડિયાને જેનું પેટમાં દુ:ખતું હોય તેનું નામ લઇ શકતા નથી

જામકંડોરણાના મેઘાવડ ગામના પાટીદાર આગેવાન ચંદુભાઇ સોજીત્રાએ કહ્યું હતું કે, જયેશ રાદડિયાએ સમૂહલગ્ન કરાવ્યા તે સારું આયોજન હતું, પરંતુ સ્ટેજ પરથી રાજકીય ભાષણ કર્યું, સમાજને બદનામ કરવાની વાત કરી, રાદડિયાને જેનું પેટમાં દુ:ખતું હોય તેનું નામ લઇ શકતા નથી માત્ર રાજકારણ કરવા આવા નિવેદન કરે છે.

સોજીત્રાએ ટપોરીની આપી વ્યાખ્યા

સોજીત્રાએ ટપોરીની વ્યાખ્યા આપતા કહ્યું હતું કે, લૂંટ, ચોરી, મારામારી કરતા હોય, બેંકના કૌભાંડ, મગફળીના કૌભાંડ, ખાતરના કૌભાંડ કરતા હોય આ કૌભાંડિયાઓને ટપોરી કહેવાય, જામકંડોરણામાં ખાતરનું કૌભાંડ જેણે કરાવ્યું તેને ટપોરી કહેવાય.જામકંડોરણા કુમાર અને કન્યા છાત્રાલયમાં બોર્ડનું સેન્ટર કેન્સલ થયું

આ સમાચાર શેર કરો