મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જયેશ રાદડીયાના ટપોરી ગેંગના નિવેદન સામે જંયતિ સરધારાની તીખી પ્રકિયા

જયેશ રાદડીયાના ટપોરી ગેંગ ટોળકી અંગેના નિવેદનને લઈને જયંતિ સરધારાની પ્ર

જયેશ રાદડીયાના ટપોરી ગેંગ ટોળકી અંગેના નિવેદનને લઈને જયંતિ સરધારાની પ્રતિક્રિયા સામે આવી છે.જેમા તેમણે જણાવ્યુ કે જયેશભાઈની સાથે સમાજ છે. આવા લોકો સામાજિક સંસ્થાના આગેવાન બનીને બેઠેલા છે

આવા લોકો સામાજિક સંસ્થાના આગેવાન બનીને બેઠેલા

આખી દુનિયા જાણી ગઈ છે કે આજ ટોળકી સક્રિય છે પણ જયેશભાઈ રાદડીયા સમાજના પ્રતિષ્ઠિત અને સ્થાપિત આગેવાન છે,સારું કામ કરવું નથી અને સમાજની આગેવાની લેવી છે. દેખાડવાના અને ચાવવાના અલગ છે આવા લોકોને હવે સમાજ અને બધા ઓળખી ગયા છે.

પાટીદાર અગ્રણી શર્મિલાબેન બામણીયાનું જયેશ રાદડિયાને સમર્થન

પાટીદાર અગ્રણી શર્મિલાબેન બામણીયાનું પણ નિવેદના સામે આવ્યું છે. તેમણે કહ્યું કે જયેશ રાદડિયાએ વર્ષ 2017માં આ જ ટપોરી ગેંગ મામલે જાહેરમાં બોલવું જોઈતું હતું. અત્યારે જયેશ રાદડિયા ખૂબ મોડું બોલ્યા છે પરંતુ બોલ્યા તે સારું છે.

આ પણ વાંચો: VIDEO: જયેશ રાદડિયા વિરોધીઓ પર વરસ્યા, કહ્યું- 'હું રાજનીતિનો માણસ છું, મારે લેઉવા પટેલ સમાજનો નેતા નથી થવું'

ટપોરી ગેંગના માણસો દ્વારા સમાજમાં વિખવાદ પડાવાનું કામ થઈ રહ્યું છે. તેમણે એ પણ કહ્યું કે અગાઉ પરેશ ગજેરા સહિતના પાટીદાર નેતાઓને આ જ ટપોરી ગેંગે હેરાન કરી છે. 

કોઈપણ નેતા આગળ વધે તો તેને કેમ પાડવા તે આ ટપોરી ગેંગનું કામ

શર્મિલાબેન બામણીયાએ કહ્યું કે હવે સમાજને ખબર પડી ગઈ છે, આ ટપોરી ગેંગ કેવા કાવતરા કરે છે અને સમાજમાં કોઈપણ નેતા આગળ વધે તો તેને કેમ પાડવા તે આ ટપોરી ગેંગનું કામ છે.

આ સમાચાર શેર કરો