VIDEO: જયેશ રાદડિયા વિરોધીઓ પર વરસ્યા, કહ્યું- 'હું રાજનીતિનો માણસ છું, મારે લેઉવા પટેલ સમાજનો નેતા નથી થવું'
રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે ભાજપ નેતા જયેશ રાદડિયા દ્વારા તેમના સ્વર્ગસ
રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે ભાજપ નેતા જયેશ રાદડિયા દ્વારા તેમના સ્વર્ગસ્થ પિતા વિઠ્ઠલ રાદડિયાની પૃણ્ય સ્મૃતિમાં 'પ્રેમનું પાનેતર' નામે 511 દીકરીઓનો ભવ્ય સમુહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, વર્તમાન કૃષિ મંત્રી રાઘવજી પટેલ, પૂર્વ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી તેમજ પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે જયેશ રાદડિયાએ સમુહલગ્નોત્સવના દાતાઓ તેમજ 11 હજારથી વધુ સ્વયંસેવકોનો આભાર માનીને પોતાના વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા હતા.
હું એક રાજકીય માણસ છું, સમય આવ્યે હું રાજનીતિ પણ કરું છું
જયેશ રાદડિયાએ જણાવ્યું કે, હું એક રાજકીય માણસ છું, સમય આવ્યે હું રાજનીતિ પણ કરું છું. આજે જેવો આ સમુહલગ્નોત્સવ સમાપ્ત થશે, ત્યારે કાલે સવારથી જ જયેશ રાદડિયાનું રાજકારણ ચાલુ થઈ જશે. '
આ પણ વાંચો: આણંદ: મહિસાગર નદીમાં માછીમારી કરતી વખતે અકસ્માત સર્જાયો, બોટ પલ્ટાઈ જતા 3ના મોત
આજે આ સમુહલગ્નોત્સવનું કામ મારું સમાજ માટે છે. વિઠ્ઠલભાઈ રાદડિયાના વારસદાર તરીકે મેં સમાજની જવાબદારી નીભાવી છે.
બે ટકા ટપોરી ગેંગ જ્યાં સારું થતું હોય, ત્યાં હવનમાં હાડકા નાંખવાનું કામ કરે છે
જો કે સમાજની બે ટકા ટપોરી ગેંગ જ્યાં સારું થતું હોય, ત્યાં હવનમાં હાડકા નાંખવાનું કામ કરી રહી છે. ફેસબુક, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ પર સમાજનું સારું કામ હોય, તો આ ટપોરી ગેંગ ખરાબ કોમેન્ટ કરીને લેઉવા સમાજને કેદ કરવાનું કામ કરી રહી છે. આ ટપોરી ટોળકી સમાજના નામે સોશિયલ મીડિયાના માધ્યમથી જે લોકો સમાજનું સારું કામ કરતા હોય, તેમને બદનામ કરવાના પ્રયત્નો કરે છે.






