મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: 'ભારતે પાકિસ્તાનનું સન્માન કરવું જોઈએ, તેમની પાસે પરમાણુ બોમ્બ છે...': કોંગ્રેસના વરિષ્ઠ નેતાનો બફાટ 

વારસાગત ટેક્સ અને ભારતીયો વિશે જાતિવાદી ટિપ્પણી કરનાર ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પૂ

વારસાગત ટેક્સ અને ભારતીયો વિશે જાતિવાદી ટિપ્પણી કરનાર ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સામ પિત્રોડા બાદ હવે કોંગ્રેસના વધુ એક નેતાએ ચૂંટણી સમયે બફાટ કર્યો છે. પાર્ટીના વરિષ્ઠ નેતા મણિશંકર અય્યરે પાકિસ્તાનને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે.

મણિશંકર ઐયરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે ભારતે પાકિસ્તાનનું સન્માન કરવું જોઈએ કારણ કે પાડોશી દેશ પાસે પરમાણુ બોમ્બ છે. જો આપણે તેમનું સન્માન નહીં કરીએ તો તેઓ ભારત પર પરમાણુ હુમલો કરવાનું વિચારી શકે છે.

પાડોશી દેશ પાસે પરમાણુ બોમ્બ છે

અય્યરે કહ્યું કે ભારતે એ ન ભૂલવું જોઈએ કે પાકિસ્તાન પાસે પણ પરમાણુ હથિયાર છે. મને સમજાતું નથી કે વર્તમાન સરકાર શા માટે કહે છે કે અમે પાકિસ્તાન સાથે વાત નહીં કરીએ, કારણ કે ત્યાં આતંકવાદ છે. એ સમજવું જરૂરી છે કે આતંકવાદને ખતમ કરવા માટે ચર્ચા ખૂબ જ જરૂરી છે. નહીં તો પાકિસ્તાન વિચારશે કે ભારત અહંકારથી આપણને દુનિયામાં નાનું દેખાડી રહ્યું છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનનો કોઈપણ પાગલ આ બોમ્બનો ઉપયોગ કરી શકે છે.

તેમણે ચેતવણી આપી હતી કે તેમની પાસે પરમાણુ બોમ્બ છે. અમારી પાસે પણ છે પણ જો કોઈ પાગલ આ બોમ્બ લાહોરમાં છોડવાનું નક્કી કરે તો શું થાય. આ રેડિયેશનને અમૃતસર પહોંચવામાં આઠ સેકન્ડ પણ નહીં લાગે. જો આપણે તેમને માન આપીશું તો તેઓ શાંત રહેશે પરંતુ જો આપણે તેમને નાના દેખાડતા રહીશું તો કોઈ પાગલ આવીને બોમ્બ ફેંકશે.

'પાકિસ્તાન પણ એક સાર્વભૌમ રાષ્ટ્ર છે'

કોંગ્રેસ નેતા કહે છે કે હું એમ નથી કહેતો કે આપણે વિચારવું જોઈએ કે આપણી સમસ્યાઓ કેવી રીતે હલ થશે? આ નિષ્ણાતોનું કામ છે. હું માત્ર એટલું જ કહું છું કે તમે નફરત દર્શાવીને કે બંદૂક બતાવીને પરિસ્થિતિ સુધારી શકતા નથી. આપણે સમજવું પડશે કે પાકિસ્તાન પણ એક સાર્વભૌમ રાષ્ટ્ર છે, તેનું સન્માન પણ છે. તેમનું માન જાળવીને આપણે કડકાઈથી વાત કરવી જોઇએ. 

અય્યરે કહ્યું કે અમે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે ખૂબ જ મહેનત કરી છે. પરંતુ છેલ્લા 10 વર્ષથી તમામ વાતો બંધ છે. આપણે તાકાત ત્યારે બતાવવી જોઈએ જયારે સામી વ્યક્તિ પાસે તાકાત ના હોય. તેમની તાકાત કહુટા, રાવલપિંડીમાં પડેલી છે. ગેરસમજ ફેલાશે તો ઘણી તકલીફ થશે.

તેમણે કહ્યું કે રાજીવ ગાંધીએ પાકિસ્તાન સાથે યુદ્ધના ભય વચ્ચે શાંતિનો માર્ગ શોધી કાઢ્યો હતો. પરંતુ આજના સમયમાં પાકિસ્તાન સાથે શાંતિની શક્યતાઓ છે પરંતુ મોદીજી યુદ્ધનો માર્ગ શોધી રહ્યા છે.

સામ પિત્રોડાએ શું કહ્યું?

સામ પિત્રોડાએ કહ્યું હતું કે ભારત એક અત્યંત વૈવિધ્યપુર્ણ દેશ છે, જ્યાં પૂર્વમાં રહેતા લોકો ચીનીઓ જેવા છે, પશ્ચિમમાં રહેતા લોકો આરબો જેવા છે, ઉત્તરમાં રહેતા ગોરાઓ જેવા છે અને દક્ષિણમાં રહેતા આફ્રિકનો જેવા દૃશ્યમાન થાય છે. પણ તેનાથી કોઈ ફરક પડતો નથી.

તેમણે કહ્યું હતું કે અમે અલગ-અલગ ભાષા, ધર્મ અને રિવાજોનું સન્માન કરીએ છીએ. આ એ જ ભારત છે જેના પર મને વિશ્વાસ છે, જ્યાં દરેકનું સન્માન થાય છે અને દરેક જણ થોડું સમાધાન કરે છે. તેમના નિવેદનને લઈને વિવાદ વધ્યા બાદ તેમણે ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું.

આ પહેલા સામ પિત્રોડાના વારસાગત વેરા અંગેના નિવેદન પર વિવાદ થયો હતો. તેમણે આ નિવેદન રાહુલ ગાંધીની ટિપ્પણીના જવાબમાં આપ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે, 'જો કોંગ્રેસ સત્તામાં આવશે તો સર્વે કરવામાં આવશે અને કોની પાસે કેટલી સંપત્તિ છે તે જાણવા મળશે'. તેમના નિવેદનના જવાબમાં પિત્રોડાએ અમેરિકામાં લાદવામાં આવેલા વારસા ટેક્સનો ઉલ્લેખ કર્યો હતો.

પિત્રોડાએ કહ્યું હતું કે, 'અમેરિકામાં વારસાગત ટેક્સ છે. જો કોઈ વ્યક્તિ પાસે 100 મિલિયન ડોલરની સંપત્તિ છે. તેમના મૃત્યુ પછી, 45 ટકા મિલકત તેમના બાળકોને ટ્રાન્સફર કરવામાં આવે છે જ્યારે 55 ટકા મિલકત સરકારની માલિકી બની જાય છે. પરંતુ ભારતમાં એવો કોઈ કાયદો નથી. જો અહીં કોઈની પાસે 10 અબજ રૂપિયાની સંપત્તિ છે. તેના મૃત્યુ પછી, તેના બાળકોને તેની બધી મિલકત મળી જાય છે, જનતા માટે કંઈ જ બચ્યું નથી. મને લાગે છે કે લોકોએ આવા મુદ્દાઓ પર ચર્ચા કરવી જોઈએ.'

આ સમાચાર શેર કરો