મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ ભાવનગરમાં પોલીસ બંદોબસ્ત અને JCB સાથે મદ્રેસાનું ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ટાઉન પ્લાનિંગના નિયમોનું ઉલ્લંઘન કરીને કરાયેલા એક ગેરકાયદે

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ટાઉન પ્લાનિંગના નિયમોનું ઉલ્લંઘન કરીને કરાયેલા એક ગેરકાયદેસર બાંધકામ પર કડક કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના અકવાડા વિસ્તારમાં આવેલી એક મદ્રેસાનું ગેરકાયદેસર બાંધકામ મહાનગરપાલિકાની ટુકડી દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે તોડી પાડવામાં આવ્યું છે.

24 મીટરના રોડમાં નડતરરૂપ બાંધકામ

મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા મળેલી માહિતી મુજબ, મદ્રેસા દ્વારા કરવામાં આવેલું આ બાંધકામ 24 મીટરના રોડમાં નડતરરૂપ થતું હતું અને તે સંપૂર્ણપણે ગેરકાયદેસર રીતે કરવામાં આવ્યું હતું.  ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની આ કામગીરી માટે મહાનગરપાલિકાનો મોટો કાફલો સવારથી જ ઘટનાસ્થળે ખડકાયો હતો. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મસમોટા પોલીસ કાફલાની તૈનાતી કરવામાં આવી હતી. 

મદ્રેસા તોડવા માટે જેસીબી અને હીટાસી મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કોઈપણ અનિચ્છનીય ઘટનાને પહોંચી વળવા માટે ફાયર બ્રિગેડનો કાફલો પણ હાજર રખાયો હતો.

મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામો સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આ તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. ગેરકાયદેસર રીતે બાંધકામ કરનારાઓ માટે આ એક લાલબત્તી સમાન કાર્યવાહી ગણી શકાય.

આ સમાચાર શેર કરો