VIDEO: તરણેતર મેળાની રેન્જ IGએ લીધી મુલાકાત, તમામ રાઈડ અને સ્ટોલની તપાસ કરી
સુરેન્દ્રનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત એવો તરણેતરનો મેળો ખુલ્લો મુકવામાં આવ્યો છે. ચાર દિવસીય આ લો
સુરેન્દ્રનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત એવો તરણેતરનો મેળો ખુલ્લો મુકવામાં આવ્યો છે. ચાર દિવસીય આ લોકમેળામાં ગ્રામીણ ઓલમ્પિક અને પશુ સ્પર્ધા પણ યોજાશે. આમંત્રણ પત્રિકામાં ઉલ્લેખ કરેલા એક પણ મંત્રી આ ઉદ્ધાટન વેળાએ હાજર ન રહેતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ધારાસભ્યો અને અધિકારીઓ દ્વાર ત્રિનેત્રેશ્વર મહાદેવની પુજા અર્ચના કરી મેળાને ખુલ્લો મુકાયો હતો. ચાર દિવસીય ગ્રામીણ ઓલિમ્પિકમાં રમતવીરો કૌવત બતાવશે.
સુરેન્દ્રનગરના તરણેતર મેળાની રેન્જ આઈજી અશોકકુમાર યાદવે મુલાકાત લીધી હતી. તેમણે તમામ રાઈડ અને સ્ટોલની તપાસ કરી, ફિલ્મી ગીતો વગાડવા પર પ્રતિબંધ મૂક્યો, જેથી મેળાની સંસ્કૃતિને હાનિ ન પહોંચે.
ગયા વર્ષે અશ્લીલ નૃત્યોને કારણે વિવાદ થયો હતો
ગયા વર્ષે અશ્લીલ નૃત્યોને કારણે વિવાદ થયો હતો. સુરક્ષા માટે 2500થી વધુ પોલીસ કર્મચારીઓ અને 158 અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.આવતીકાલે મુખ્યમંત્રી મેળામાં હાજરી આપશે.
ચાર દિવસીય આ લોકમેળામાં ૨૦મી ગ્રામીણ ઓલમ્પિક અને પશુ સ્પર્ધા પણ યોજાશે. જેમાં રમતવીરો બતાવશે કૌવત મુખ્યમંત્રી, સહિતના મંત્રીઓ ચાર દિવસીય લોકમેળામાં અલગ અલગ દિવસે હાજરી આપશે. જ્યારે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પોસ્ટ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવતું વિશિષ્ટ આવરણ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ તકે વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય જગદીશ મકવાણા, ચોટીલા વિધાનસભાના ધારાસભ્ય શામજી ચૌહાણ, ધ્રાંગધ્રા વિધાનસભાના ધારાસભ્ય પ્રકાશ વરમોરા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, જિલ્લા કલેકટર ડો.રાજેન્દ્રકુમાર પટેલ, ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા, તરણેતરના સરપંચ અશોકસિંહ રાણા સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ, આગેવાનો તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.









