મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: અમરેલીના હિંડોરણા-ધાતરવડી પુલ પર મસમોટા ગાબડાં, વાહનચાલકો માટે બન્યો માથાનો દુ:ખાવો

VIDEO: અમરેલીના રાજુલાના હિંડોરણા ધાતરવડી પુલ પર મસમોટું ગાબડું પડ

VIDEO: અમરેલીના રાજુલાના હિંડોરણા ધાતરવડી પુલ પર મસમોટું ગાબડું પડ્યું છે. ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે ઉપર સતત ત્રીજી વખત ગાબડું પડતાં ખાડામાંથી બહાર લોખંડના સળિયા જોવા મળે છે, જેમાં વાહનચાલકો જોખમી રીતે રસ્તા પરથી પસાર થવા માટે મજબૂર થયા છે. રોડની હાલત ખરાબ હોવાથી અકસ્માતનો ભય રહે છે. ઉલ્લેખનીય છે કે, આ રોડ પરથી દિવસેને રાત્રે સેંકડો વાહનો અને રાહદારીઓ પસાર થતા હોય છે. 

રાજુલાના હિંડોરણા-ધાતરવડી પુલ પર જીવલેણ ગાબડાં
ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર આવેલા રાજુલાના હિંડોરણા ધાતરવડી પુલ ઉપર ગાબડું પડતાં મોટા-મોટા લોખંડના સળિયા દેખાય છે. મુસાફરો ત્યાંથી પસાર થાય છે તો રસ્તા પર ખાડા અને લોખંડના સળિયા હોવાથી ગંભીર અકસ્માત થવાની શક્યતા રહે છે.

ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવેની ઘોર બેદરકારી સામે આવી છે. નેશનલ હાઈવે ઉપર ગાબડાં પડવાથી રાહદારીઓ પરેશાન છે. હાઈવેની હાલત ખરાબ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય કામગીરી કરવામાં આવી નથી. સવાલ એ થાય છે કે શું તંત્ર કોઈ ગંભીર અકસ્માત કે દુર્ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે?

આ સમાચાર શેર કરો