VIDEO: ઉના-કોડીનાર હાઈવે પર કાર-ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત, પતરા કાપીને 3 યુવાનોના મૃતદેહ કઢાયા બહાર
ગીર સોમનાથના ઉના-કોડીનાર પણ એકવાર રક્તરંજિત બન્યો છે. જેમાં ગત મોડી રાત્રે કાર અને ટ્ર
ગીર સોમનાથના ઉના-કોડીનાર પણ એકવાર રક્તરંજિત બન્યો છે. જેમાં ગત મોડી રાત્રે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 3 યુવકોના મોત નીપજ્યા હતા, જ્યારે 1 યુવકનો ચમત્કારિક બચાવ થયો હતો. અકસ્માતના પગલે ભારે ટ્રાફીકજામ સર્જાયો હતો. જોકે અકસ્માતની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ઇજાગ્રસ્તો હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યારે મૃતદેહોને પીએમ અર્થે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ઉના-કોડીયાર હાઇવે પર ડોસાળા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો
પ્રાપ્ત માહિતી મુજબ ગત મોડી રાત્રે ઉના-કોડીયાર હાઇવે પર ડોસાળા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઉના તરફથી કાર લઇને આવી રહેલા ચાર યુવાનોની કારની ટક્કર ટ્રક સાથે થતાં 3 યુવાનોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે એક યુવકનો ચમત્કારિક બચાવ થયો હતો. યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો
અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને આસપાસમાંથી લોકોનું ટોળું દોડી આવ્યું હતું અને કારના પતરા ચીરીને યુવકોને બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસને અકસ્માતની જાણ થતાં ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતકોની ડેડબોડીને પીએમ માટે મોકલી દીધી હતી. અકસ્માતના પગલે ભારે ટ્રાફીકજામ થયો હોવાથી પોલીસે રસ્તો ખુલ્લો કરાવીને ટ્રાફીકને હળવો કર્યો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.





