VIDEO: ગીર સોમનાથમાં મહાકાય અજગરને ગળી ગયો કિંગ કોબ્રા સાપ, અદભુત દ્રશ્યો કેમેરામાં થયા કેદ
સૌરાષ્ટ્રમાંથી અવારનવાર જંગલી જીવના વીડિયો સામે આવતા હોય છે. એવામાં ફરી એક વખત ઝેરી સાપ અને અજગરનો વ
સૌરાષ્ટ્રમાંથી અવારનવાર જંગલી જીવના વીડિયો સામે આવતા હોય છે. એવામાં ફરી એક વખત ઝેરી સાપ અને અજગરનો વીડિયો સામે આવ્યો છે. ગીરસોમનાથ જિલ્લામાં સોમનાથ- બાયપાસ રોડ નજીક સદભાવના મેદાન પાસે અદભૂત દ્રશ્યો સામે આવ્યા છે. જેમા 10 ફૂટ લાંબો કિંગ કોબ્રા ઝેરી સાપ મહાકાય અજગરને ગળી ગયો હતો. સામાન્ય રીતે અજગર સાપને ગળી જતો હોય તેવુ સામે આવે છે પરંતુ અહી કઇક અલગ જોવા મળી રહ્યું છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સ્થાનિક લોકોના મોબાઇલ કેમેરામાં કેદ થયો છે.




