ધોરાજી સેશન્સ કોર્ટે 17 વર્ષની સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને ફટકારી 20 વર્ષની સજા
રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં 17 વર્ષની સગીરા પર દુષ્કર્મના કેસમ

રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં 17 વર્ષની સગીરા પર દુષ્કર્મના કેસમાં કોર્ટે આરોપીને 20 વર્ષની કેદની સજા ફટકારી છે. આરોપીઓએ સગીરાને ન્યુઝ ચેનલમાં નોકરી અપાવવાની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતું.
કોર્ટે 20 વર્ષની સજા ફટકારી પકડ વોરંટ ઈશ્યુ કર્યું
ધોરાજી સેશન્સ કોર્ટે 17 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપી અમૃત રાણવાને 20 વર્ષની આકરી કેદની સજા ફટકારી છે. આરોપીએ સગીરાને ખાનગી ન્યૂઝ ચેનલમાં નોકરી અપાવી દેવાના બહાને લલચાવી ફોસલાવીને વિવિધ જગ્યા એ લઈ જઈ આચર્યું હતું દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ વેરાવળની એક ખાનગી હોટલમાં પણ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું.
આરોપીને ફ્રેક્ચર હોવાને કારણે ચુકાદા સમયે કોર્ટમાં હાજર રહ્યો ન હતો. કોર્ટે આરોપીની ગેરહાજરીમાં જ આ ચુકાદો સંભળાવીને પકડ વોરંટ ઈશ્યુ કર્યું છે.
દોઢ મહિના સુધી સાથે રાખી અવાર નવાર સગીરા ઉપર દુષ્કર્મ આચાર્ય હતું
રાજકોટમાં રહેતા હુસેન ભીખા ઠેબા સામે 17 વર્ષની સગીરાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ નોંધાતા પાટણવાવના અમુ ઉર્ફે અમૃત બાબુભાઈ રાણવાએ ભોગ બનેલી સગીરા અને તેના પરિવારનો સંપર્ક કરી સગીરાને ન્યૂઝ ચેનલમાં ઇન્ટરવ્યૂ અપાવી દેવાની અને નોકરીમાં રખાવી દેવાની લાલચ આપી બે દિવસ સાથે લઈ જવાનું કહી સગીરાને પોતાના ઘરે લઈ ગયો હતો અને ત્યાં દોઢ મહિના સુધી સાથે રાખી અવાર નવાર સગીરા ઉપર દુષ્કર્મ આચાર્ય હતું.
આ અંગે ભોગ બનનાર સગીરાના પિતાએ આરોપી અમુ ઉર્ફે અમૃત બાબુભાઈ રાણવા વિરુદ્ધ પોલીસ ચોપડે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તપાસ દરમિયાન સગીરા સાથે ઝાંઝમેરના વિપુલ ઉર્ફે જેનતી બગડાએ દુષ્કર્મ આચર્યું હોવાનું ખુલતા પોલીસે બંને વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરતા કેસ ધોરાજી કોર્ટમાં ચાલવા ઉપર આવતા બંને પક્ષના વકીલોની રજૂઆત બાદ સરકાર પક્ષે રોકાયેલા સરકારી વકીલ કાર્તિકેય પારેખ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓને ધ્યાને લઈ એડિશનલ ડીસ્ટ્રીક એન્ડ સેશન્સ અલી હુસેન મોહીબુલ્લા શેખે આરોપી અમુ ઉર્ફે અમૃત બાબુભાઈ રાણવાને 20 વર્ષની સજા ફટકારી પકડ વોરંટ ઇસ્યુ કર્યું છે. જ્યારે અન્ય આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકતો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ કાર્તિકેય પારેખ રોકાયા હતા.








