VIDEO: ગૃહમંત્રી હર્ષ સંઘવી અંબાજી પહોંચ્યા, ભક્તો સાથે મુલાકાત કરી કર્યું અભિવાદન
સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે સોમવાર (પહેલી સપ્ટેમ્બર)થી સાત દિવસીય ભાદરવી પૂનમના પરંપરાગત મહામેળાનો રં
સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે સોમવાર (પહેલી સપ્ટેમ્બર)થી સાત દિવસીય ભાદરવી પૂનમના પરંપરાગત મહામેળાનો રંગેચંગે પ્રારંભ થયો છે. ત્યારે બીજી તરફ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળાની તૈયારીઓનું નિરીક્ષણ કરવા મુલાકાત લીધી. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સિદ્ધ હેમ સેવા કેમ્પની મુલાકાત લઈ આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
મા અંબાના ધામ પહોંચશે
અંબાજીમાં 7મી સપ્ટેમ્બર સુધી ચાલનાર ભાદરવી પૂનમના સાત દિવસીય મહા મેળામાં દૂર દૂરથી માઇભક્તો આકરી પદયાત્રા કરીને માં અંબાને નવલા નોરતામાં પધારવાનું નિમંત્રણ પાઠવવા માટે લાખો શ્રદ્ધાળુઓ કષ્ટ વેઠીને પણ મા અંબાના ધામ પહોંચશે. જેથી અંબાજીમાં શકિતની ભક્તિનો અનેરો સંગમ સર્જાશે.
પોલીસ કંટ્રોલ પોઈન્ટની મુલાકાત લીધી
પોલીસ કંટ્રોલ પોઈન્ટની મુલાકાત લઈ ૬૫૦થી વધુ સીસીટીવી કેમેરાની સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું. મંદિરના પ્રવેશદ્વારે ભક્તો સાથે મુલાકાત કરી, તેમની સાથે હાથ મિલાવી અભિવાદન કર્યું અને જય જય અંબેના નાદ સાથે ભક્તિમય માહોલમાં જોડાયા.












