Video/ પાસોદરા-વાવ રોડ પર હિટ એન્ડ રન, પુરઝડપે આવતી કારે બાઈકને ઉડાવી, સમગ્ર ઘટના CCTVમાં કેદ

સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં માર્ગ અકસ્માતોનો સિલસિલો યથાવત છે. કામરેજ તાલુકાના પાસોદરા

સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં માર્ગ અકસ્માતોનો સિલસિલો યથાવત છે. કામરેજ તાલુકાના પાસોદરાથી વાવ તરફ જતા માર્ગ પર એક ભયાનક હિટ એન્ડ રનની ઘટના બની છે. પૂરપાટ ઝડપે દોડતી એક કારે મોટરસાઈકલ સવાર બે વ્યક્તિઓને જોરદાર ટક્કર મારી હતી. આ સમગ્ર અકસ્માતની કંપારી છૂટી જાય તેવી ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.

અકસ્માત સર્જી કાર ચાલક ફરાર

જાહેરાત

પ્રાપ્ત વિગતો અનુસાર, પાસોદરા થી વાવ તરફ જતા રોડ પરથી જ્યારે બાઈક સવાર પસાર થઈ રહ્યા હતા, ત્યારે પાછળથી પૂરઝડપે આવેલી એક કારના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને બાઈકને પાછળથી જોરદાર અડફેટે લીધી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બાઈક પર સવાર બંને વ્યક્તિઓ હવામાં ફંગોળાઈને રોડ પર પટકાયા હતા. માનવતા નેવે મૂકી કાર ચાલક અકસ્માત સર્જ્યા બાદ ઈજાગ્રસ્તોની મદદ કરવાને બદલે કાર લઈને ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો.

ઈજાગ્રસ્તો હોસ્પિટલમાં દાખલ

અકસ્માત થતા જ આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા. રોડ પર પટકાયેલા બંને યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તેમને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. 

CCTV ફૂટેજમાં પુરાવા કેદ

ઘટના સ્થળની આજુબાજુ લાગેલા સીસીટીવી કેમેરામાં કાર કેવી રીતે બાઈકને ઉડાવે છે અને ચાલક કેવી રીતે ભાગી જાય છે તે દ્રશ્યો કેદ થયા છે. પોલીસ આ ફૂટેજના આધારે ફરાર કાર ચાલકની શોધખોળ કરી રહી છે. કારના નંબરના આધારે આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત