Video/ ગુજરાતમાં માવઠાની આગાહી: કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વીજળીના કડાકા સાથે વરસાદની શક્યતા, હવામાન વિભાગનું યેલો એલર્ટ

અમદાવાદ: રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે વા

સોર્સ: gstv

અમદાવાદ: રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા અનુસાર, આગામી 24  કલાક રાજ્યના કેટલાક જિલ્લાઓ માટે ભારે પડી શકે છે. ખાસ કરીને સરહદી વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે.

કયા વિસ્તારોમાં માવઠું પડશે?

જાહેરાત

હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં માવઠાની પૂરેપૂરી શક્યતા છે. અહીં વીજળીના કડાકા-ભડાકા સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે, જેને પગલે વહીવટી તંત્ર દ્વારા 'યેલો એલર્ટ'જાહેર કરવામાં આવ્યું છે.

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

ખરાબ હવામાન અને પવનની ગતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે માછીમારોને આગામી બે દિવસ સુધી દરિયો ન ખેડવા કડક સૂચના આપી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ પવનનું જોર વધી શકે છે.

ઠંડીનું જોર વધશે

 માવઠા બાદ રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે, જેના કારણે બે દિવસ ઠંડીનું જોર વઘશે. અત્યારના તાપમાનની વાત કરીએ તો:

  • નલિયા: 10.4  ડિગ્રી (રાજ્યનું સૌથી નીચું તાપમાન)

  • ગાંધીનગર: 16  ડિગ્રી

  • અમદાવાદ: 16.8 ડિગ્રી

 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આ અસરને કારણે ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. 24  કલાકના વરસાદી માહોલ બાદ સમગ્ર ગુજરાતમાં કાતિલ ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે, જેના માટે નાગરિકોએ સજ્જ રહેવું પડશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત