Video/ Dabhoi માં હચમચાવી દેતો અકસ્માત: બાઇક ચાલકે રાહદારીને ટક્કર મારતા ૩ લોકો ગંભીર ઇજાગ્રસ્ત
ડભોઇ શહેરના નાંદોદી ભાગોળ નજીક સ્ટેચ્યુ ઑફ યુનિટી રોડ પર ગત
ડભોઇ શહેરના નાંદોદી ભાગોળ નજીક સ્ટેચ્યુ ઑફ યુનિટી રોડ પર ગત રાત્રે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક બેકાબૂ બાઇક ચાલકે રસ્તો ક્રોસ કરી રહેલા એક યુવાનને જોરદાર ટક્કર મારતાં કુલ ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ સમગ્ર ઘટનાના દિલ હચમચાવી દે તેવા CCTV દ્રશ્યો સામે આવ્યા છે.
અકસ્માતમાં ૩ લોકો ઘવાયા
મળતી માહિતી મુજબ, આ ઘટના સ્ટેચ્યુ ઑફ યુનિટી રોડ પર રાત્રિના સમયે બની હતી. બાઇક ચાલકે અચાનક રસ્તો ક્રોસ કરી રહેલા રાહદારી યુવાનને ટક્કર મારી હતી, જેના કારણે રાહદારી અને બાઇક પર સવાર અન્ય વ્યક્તિઓ સહિત કુલ ત્રણ લોકો રોડ પર પટકાયા હતા અને તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
દ્રશ્યો જોતા અકસ્માતની ગંભીરતાનો ખ્યાલ આવે છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
ડભોઇ પોલીસે આ અકસ્માતનો ગુનો નોંધીને ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે, જેથી અકસ્માત સર્જનાર બાઇક ચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરી શકાય.








