VIDEO: ગઢડા ગોપીનાથજી દેવ મંદિર ફરી એકવાર વિવાદમાં, મંદિર પાર્ષદ સહિત 8 લોકો જુગાર રમતા ઝડપાયા
ગુજરાતના બોટાદમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે બોટાદના ગઢડા ગોપીનાથજ
ગુજરાતના બોટાદમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે બોટાદના ગઢડા ગોપીનાથજી દેવ મંદિર ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. મંદિરના ઉતારા વિભાગના પાંચમા માળે, રૂમ નંબર 509માંથી પોલીસે જુગાર રમતા આઠ વ્યક્તિઓને રંગેહાથ ઝડપી લીધા. જેમા મંદિરના પાર્ષદ હરિકૃષ્ણ ગભરૂભાઈ વાઘ ઉર્ફે હરિકૃષ્ણ ગુરુ છત્રભુજદાસજી સ્વામીનો પણ સમાવેશ થાય છે.
ઘટનાસ્થળેથી 1 લાખ 10 હજાર 850 રૂપિયાની રોકડ ઝડપાઈ
પોલીસને જાણવા મળ્યું કે પાર્ષદ દ્વારા બહારથી જુગારીઓને બોલાવી જુગાર રમવામાં આવતો હતો.પોલીસે ઘટનાસ્થળેથી 1 લાખ 10 હજાર 850 રૂપિયાની રોકડ અને 60 હજાર રૂપિયાની કિંમતના આઠ મોબાઈલ સહિત કુલ 1 લાખ 70 હજાર 850 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો.
ઝડપાયેલા વ્યક્તિઓમાં જિગ્નેશ કાવઠીયા, રાજેશ સાવલીયા, લાલજી વાઘેલા, પરેશ જોગાણી, કેવલ કાવઠીયા, પંકજ કાવઠીયા અને પૂર્વેશ જોગાણીનો સમાવેશ થાય છે. પાર્ષદ હરિકૃષ્ણ સિવાય તમામ આરોપીઓ અમરેલી જિલ્લાના રહેવાસી છે.પોલીસે તમામ જુગારીઓ વિરુદ્ધ ધોરણસર કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ મંદિરની પવિત્રતા પર સવાલો ઉભા કર્યા છે.












