મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: શ્રાવણ માસમો ચોથો અને અંતિમ સોમવાર, સોમનાથમાં ઉમટ્યું શિવ ભક્તોનું ઘોડાપૂર

પવિત્ર શ્રાવણ માસનો ચોથો અને અંતિમ સોમવાર છે, જે શિવભક્તો માટે અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે. છેલ્લા સોમવ

પવિત્ર શ્રાવણ માસનો ચોથો અને અંતિમ સોમવાર છે, જે શિવભક્તો માટે અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે. છેલ્લા સોમવારના કારણે ગુજરાતભરનાં શિવાલયોમાં શ્રદ્ધાળુઓનો અદભુત પ્રવાહ જોવા મળી રહ્યો છે.  વિશ્વવિખ્યાત સોમનાથ મંદિરમાં પણ ભગવાનના દર્શન માટે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડ઼પૂર ઉમટ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે બહોળી સંખ્યામાં આજે સોમનાથ દાદાના દર્શન કરવા માટે ભક્તો પહોંચ્યા હતા.

મંદિરો ‘બમ બમ ભોલે’ અને ‘હર હર મહાદેવ’ના જયઘોષથી ગુંજી રહ્યાં છે

વહેલી સવારથી જ મંદિરો ‘બમ બમ ભોલે’ અને ‘હર હર મહાદેવ’ના જયઘોષથી ગુંજી રહ્યાં છે.ભક્તોની લાંબી કતારો દર્શન અને પૂજા-અર્ચના માટે ઉમટી પડી છે. શ્રદ્ધાળુઓ શિવલિંગ પર જળાભિષેક, દૂધાભિષેક અને બિલ્વપત્ર અર્પણ કરીને મહાદેવની ઉપાસના કરી રહ્યા છે. શ્રાવણ માસ દરમિયાન કરેલી ભક્તિની પૂર્ણાહુતિના ભાગરૂપે ભક્તો વિશેષ પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

સોમનાથ ઉપરાંત દ્વારકા પંથકમાં આવેલ નાગેશ્વર જ્યોતિર્લિંગ, જુનાગઢના ભવનાથ મંદિર સહિતના ઐતહાસિક શિવમંદિરો, જસદણ પાસે ઘેલા સોમનાથ, વાંકાનેર પાસે જડેશ્વર સહિત ગામેગામ ઐતહાસિક મહત્ત્વ ધરાવતા શિવમંદિરોએ આજથી અવિરત અભિષેક, પૂજન અર્ચન સહિત ધર્મોત્સવથી ધમધમશે.

આ સમાચાર શેર કરો