Video: બાલુત્રી ગામના ખેડૂતો વરસાદી પાણીથી ત્રસ્ત, મામલતદાર કચેરીએ ઉપવાસ પર બેઠા
બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના બાલુત્રી ગામમાં વરસાદી પાણીના કાર
બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના બાલુત્રી ગામમાં વરસાદી પાણીના કારણે ખેડૂતોની સ્થિતિ ખરાબ થઇ રહી છે. ગામની આસપાસની 500 એકર જમીન પાણીમાં ડૂબી ગયી છે, જેના કારણે ખેતરો, ઘરો અને પશુપાલનને ભારે નુકસાન થયું છે. વારંવાર તંત્રને રજૂઆતો કરવા છતાં કોઈ નિર્ણય ન આવતા, ખેડૂતો મામલતદાર કચેરી સામે બેસી ગયા. આજે, 26 સપ્ટેમ્બર 2025ના રોજ, બીજા દિવસે પણ તેઓ અડગ રહ્યા, અને અનિશ્ચિતકાળના ઉપવાસ પર બેઠા છે.
ગામલોકોએ ધરણા સ્થળે જ પોતાની રજૂઆતો સાથે ગરબા રમીને માતાજીની આરાધના કરી, તંત્રને સદબુધિ આપવાની પ્રાર્થના કરી. મોડી રાત્રે વાવ મામલતદાર કચેરી સામે મોટી સંખ્યામાં ગામલોકોએ ગરબા રમ્યા. આ રીતે તેઓએ પોતાની વેદના વ્યક્ત કરી અને ધ્યાન આકર્ષવાનો પ્રયાસ કર્યો.
આ મુદ્દો બનાસકાંઠાના વ્યાપક પૂરના સંદર્ભમાં જોઈએ તો વધુ ગંભીર લાગે છે. ગામલોકોનો હુંકાર છે: "જ્યાં સુધી યોગ્ય વ્યવસ્થા ન થાય, ત્યાં સુધી ધરણા પર જ બેસશે."











