VIDEO: ચોટીલામાં ઠલવાતા ઝેરી કેમીકલ સામે ખેડૂતો અને સ્થાનિકોનો ઉગ્ર વિરોધ
ગુજરાતના ચોટીલામાં ઠલવાતા ઝેરી કેમીકલ સામે વિરોધ નોંધાયો છે
ગુજરાતના ચોટીલામાં ઠલવાતા ઝેરી કેમીકલ સામે વિરોધ નોંધાયો છે. મળતા અહેવાલ પ્રમાણે મેવાસા ગામે મોટી સંખ્યામાં ખેડૂતો અને સ્થાનિકોની બેઠક યોજાઇ હતી.. મોટા હરણીયા-સુરૈઇ ગામ વચ્ચે કોઇ કંપનીનું ઝેરી કેમીકલ ઘણાં સમયથી ઠાલવતા હોવાના આક્ષેપ છે. વેસ્ટ ઠાલવવા માટે એક મોટા તળાવ જેવો ખાડો બનાવાયો છે... જેમાં ઝેરી કેમિકલ નાખવામાં આવે છે.
જેના કારણે આસપાસનાં તળાવો અને કૂવાના તળો બગડી ગયા હોવાના આક્ષેપ છે. માલઢોર અને લોકોના સ્વાસ્થ્યને નુકશાન થવાનો ભય લોકોને સતાવી રહ્યો છે... ખતરનાક કેમીકલનો વેસ્ટ હોવાનું અને જથ્થો બહારના રાજ્યમાંથી અહીં ઠાલવવામાં આવતો હોવાની ચર્ચા થઈ રહી છે.
ખતરનાક કેમીકલ ઠાલવવાની મંજુરી કોને આપી?
ખતરનાક કેમીકલ ઠાલવવાની મંજુરી કોને આપી? અધિકારીઓ આ બાબતે પગલા લેતા કેમ અચકાય છે? તેવા સવાલો ઉઠ્યા છે.આગામી દિવસોમાં જો આ બાબતે તંત્ર દ્વારા કોઈ નિર્ણય લેવામાં નહી આવે આંદોલનની લોકોએ ચીમકી ઉચ્ચારી છે.






