VIDEO: સોમનાથ મંદિરમાં કલેક્ટર-પોલીસ વડાએ સુરક્ષા વ્યવસ્થાની કરી સમીક્ષા, જાણો શું છે કારણ
શ્રાવણ મહિનો ભગવાન શિવનો અતિ પ્રિય સમય ગણાય છે અને સમગ્ર દેશમાં ભક્તિભાવપૂર્વક
શ્રાવણ મહિનો ભગવાન શિવનો અતિ પ્રિય સમય ગણાય છે અને સમગ્ર દેશમાં ભક્તિભાવપૂર્વક ઉજવાય છે. આ મહિનામાં દરેક દિવસ શિવ ભક્તિ માટે વિશેષ ગણાય છે, પણ ખાસ કરીને શ્રાવણ સોમવારનું વ્રત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. માન્યતા અનુસાર શ્રદ્ધાપૂર્વક આ વ્રત રાખવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને જીવનની મુશ્કેલીઓ ઓછી થાય છે.
શાંતિપૂર્વક દર્શન થાય તે માટે તંત્ર દ્વારા વ્યાપક વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી
પવિત્ર શ્રાવણ માસની શરૂઆત સાથે દ્વાદશ જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાતા સોમનાથ મંદિર ખાતે ભાવિક ભક્તોની ભીડ જોવા મળે છે. ભાવિકોને દર્શનમાં કોઈ અગવડ ન પડે અને શાંતિપૂર્વક દર્શન થાય તે માટે તંત્ર દ્વારા વ્યાપક વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.
જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ સુરક્ષા વ્યવસ્થાની કરી સમીક્ષા
જિલ્લા કલેકટર એન.વી. ઉપાધ્યાય અને જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાની આગેવાનીમાં વિવિધ વિભાગોના અધિકારીઓએ મંદિર અને આસપાસના પરિસરની મુલાકાત લઈ સુરક્ષા, સલામતી અને વ્યવસ્થાઓની ચકાસણી કરી.જિલ્લા વહીવટી તંત્રએ ટ્રાફિક, આરોગ્ય સેવાઓ, ફર્સ્ટ એઇડ ડેસ્ક, પૂછપરછ ડેસ્ક, પ્રસાદ અને ભોજનની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરી, કર્મચારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.










