VIDEO: મોડાસામાં કાર પુલ પરથી માઝૂમ નદીમાં ખાબકી, 4 શિક્ષકોના મોત
ગુજરતમાં વધુ એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો છે. અરવલ્લીમાંથી મોટા અહેવાલ સામે આવ્યા છ
ગુજરતમાં વધુ એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો છે. અરવલ્લીમાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે. અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં મોડાસાના બાયપાસ સ્ટેટ હાઈવે પર એક કાર પુલ પરથી કાબુ ગુમાવીને નીચે માઝૂમ નદીમાં ખાબકી હતી.
મૃતકોના નામ
વિશાલ રાજ
આબીદ મોરડીયા
કપિલ ઉપાધ્યાય
દીપક મેવાડા
આ અકસ્માતમાં કારમાં સવાર 5 લોકોમાંથી 4ના મોત થયા છે. આ ઘટના મોડાસાના બાયપાસ સ્ટેટ હાઈવે પર બની હતી. જ્યાં એક કાર પૂરઝડપે આવી રહી હતી અને બ્રિજ પરનું ડિવાઈડર તોડીને સીધી માઝૂમ નદીમાં ખાબકી હતી.અકસ્માત બાદ એક શિક્ષકને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, સારવાર દરમિયાન તેમનું પણ મોત નીપજ્યું હતું. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને તપાસ આદરી છે.









