VIDEO: પહેલા થપ્પડ મારી અને પછી ઊંચકી પછાડ્યો, ઓડીને મામૂલી ટક્કર લાગતાં કેબ ડ્રાઈવર પર કાઢ્યો ગુસ્સો
ઘણા લોકો પૈસાના નશામાં એટલા ચૂર છે કે, ગરીબ માણસને માણસ તરીકે જોતા જ નથી. આવી જ એક ઘટના મુંબ
ઘણા લોકો પૈસાના નશામાં એટલા ચૂર છે કે, ગરીબ માણસને માણસ તરીકે જોતા જ નથી. આવી જ એક ઘટના મુંબઈના ઘાટકોપર વેસ્ટમાંથી સામે આવી છે. જ્યાં રોડ રેજ સંબંધિત એક ખૂબ જ શરમજનક વીડિયો સામે આવ્યો છે. જ્યાં ઓલા કેબ ડ્રાઈવરે અકસ્માતે ઓડી કારને ટક્કર મારી હતી. ટક્કર બાદ ઓડી કાર ચલાવનાર વ્યક્તિ એટલો ગુસ્સે થઈ જાય છે કે તેણે કેબ ડ્રાઈવરને કારમાંથી બહાર કાઢી તેને મારવા લાગ્યો. પહેલા તેણે તેને થપ્પડ મારી, પછી, તે કેબ ડ્રાઈવરને ઉપાડી નીચે જોરથી પછાડે છે.
આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી
આ સમગ્ર ઘટના મુંબઈના પોશ હાઉસિંગ કોમ્પ્લેક્સ વઢવા ધ એડ્રેસના મુખ્ય દ્વાર પર બની હતી. જેનો VIDEO સોસાયટીની બહાર એન્ટ્રી ગેટ પર લગાવેલા CCTVમાં કેદ થયો હતો જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના 19 ઓગસ્ટની રાતની છે. આ આખો વિવાદ ઓડી કારના માલિક ઋષભ ચક્રવર્તી અને ઓલા કેબ ડ્રાઈવર કૈમુદ્દીન મોઈનુદ્દીન કુરેશી વચ્ચે શરૂ થયો હતો. જ્યારે ઋષભ ઘાટકોપર સ્થિત તેની સોસાયટીમાં પ્રવેશી રહ્યો હતો. તે જ ક્ષણે, ઓલા કેબ ડ્રાઈવરની કાર ઓડીને થોડી યાદી ગઈ હતી. જે બાદ ગુસ્સે ભરાયેલા ઋષભ ચક્રવર્તીએ પહેલા કેબ ડ્રાઈવર કૈમુદ્દીનને થપ્પડ મારી અને પછી તેને ઊંચકીને જમીન પર પછાડી દીધો હતો. આ લડાઈને કારણે કેબ ડ્રાઈવર કૈમુદ્દીનને માથામાં ગંભીર ઈજા થઈ હતી. જેના કારણે તેને જેજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
ઓડી કારના માલિક સામે FIR દાખલ
CCTV ફૂટેજ વાયરલ થયાના 10 દિવસ પછી (28 ઓગસ્ટ), ઘાટકોપરની પાર્કસાઇટ પોલીસે 24 વર્ષના ઓલા ડ્રાઇવર પર કથિત રીતે હુમલો કરવા બદલ ઋષભ ચક્રવર્તી અને તેની પત્ની અંતરા ઘોષ વિરુદ્ધ FIR નોંધી છે. ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 115 (સ્વૈચ્છિક રીતે ઇજા પહોંચાડવી), 117 (સ્વૈચ્છિક રીતે ગંભીર ઇજા પહોંચાડવી), 351 (2) (ગુનાહિત ધમકી), 352 (શાંતિનો ભંગ કરવા માટે ઇરાદાપૂર્વક અપમાન) હેઠળ FIR નોંધવામાં આવી છે. પોલીસે આરોપી ઋષભ અને તેની પત્ની અંતરા ઘોષને નિવેદન નોંધવા માટે સમન્સ મોકલી પોલીસ સ્ટેશન બોલાવ્યા છે.








