મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ઝાડા-ઉલ્ટીના કેસમાં ચિંતાજનક વધારો, ધોરાજી કોલેરાગ્રસ્ત જાહેર કરાયું

ધોરાજીમાં ઝાડા-ઉલ્ટીના કેસમાં ચિંતાજનક વધારો થતાં રાજકોટ જિલ્લા ક

ધોરાજીમાં ઝાડા-ઉલ્ટીના કેસમાં ચિંતાજનક વધારો થતાં રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા આકરા પગલાં લેવામાં આવ્યા છે. કલેક્ટરએ જાહેરનામું બહાર પાડીને ધોરાજીના દરબારગઢથી પાંચપીર વાડી બહારપુરા સુધીના 2 કિલોમીટર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કર્યો છે.

દૂષિત પાણી અને નગરપાલિકાની બેદરકારી

પાંચપીર વાડી વિસ્તારમાં છેલ્લા થોડા સમયમાં ઝાડા-ઉલ્ટીના 30 થી  વધુ કેસ નોંધાયા છે, જેને કારણે આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. બહારપુરા વિસ્તાર દૂષિત પીવાના પાણીને કારણે આ રોગચાળાનો ભોગ બન્યો છે. આ પરિસ્થિતિ માટે નગરપાલિકાની ઘોર બેદરકારી જવાબદાર હોવાનું સામે આવ્યું છે.

પ્રતિબંધ અને અધિકારીની નિમણૂક

રાજકોટ જિલ્લા કલેક્ટરે એપેડમિક ડીસીઝ એક્ટ હેઠળ જાહેરનામું બહાર પાડીને આ પગલું ભર્યું છે. કોલેરાગ્રસ્ત જાહેર કરાયેલા વિસ્તારમાં રોગચાળો વધુ ન ફેલાય તે માટે ઠંડા પીણાં અને ગોલા-ગુલફીના વેચાણ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કોલેરા નિયંત્રણની કામગીરી સુનિશ્ચિત કરવા માટે જિલ્લા કલેક્ટરે ધોરાજી મામલતદારની કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે નિમણૂક કરી છે.

તંત્ર દ્વારા હવે આ વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યા દૂર કરવા અને આરોગ્યલક્ષી કાર્યવાહી વધુ સઘન બનાવવાના પ્રયાસો શરૂ કરાયા છે.

આ સમાચાર શેર કરો