Rajkot news: જસદણ શહેર ભાજપ પ્રમુખના કારખાનામાં ચોકીદાર અને તેના પરિવાર દ્વારા લાખોની ચોરી
Rajkot news: રાજકોટ જિલ્લાના જસદણ શહેર ભાજપપ્રમુખ વિજયભાઈ રાઠોડના

Rajkot news: રાજકોટ જિલ્લાનાજસદણ શહેર ભાજપપ્રમુખ વિજયભાઈ રાઠોડના કારખાનામાં ચોકીદાર અને તેના પરિવાર દ્વારા લાખો રૂપિયાની ચોરી સીસીટીવી સામે આવ્યા છે. જસદણ જીઆઇડીસી વિસ્તારમાં ચોકીદાર અને તેના પરિવાર દ્વારા છેલ્લા સાત વર્ષથી લાખો રૂપિયાની ચોરીની આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
મળતી માહિતી પ્રમાણે જસદણ જીઆઇડીસીમાં જયંત એનજી. વર્કસ નામના કારખાનામાં છેલ્લા સાત વર્ષથી કાળુભાઈ જયંતભાઈ ભટ્ટી નામના વ્યક્તિ ચોકીદાર તરીકે કામ કરતા હતા. આ કારખાનામાં લાખો રૂપિયાનું લોખંડ રોજ રાત્રિના સમયે જ્યારે મોકો મળે ત્યારે તેમના પરિવારના સભ્યો આવી અને ચોરી કરીને લઈ જતા હોય મહિલા પણ કારખાનામાં લોખંડ ચોરી કરવા માટે આવતી હોય હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે
છેલ્લા ત્રણ મહિનાથી સીસીટીવી ફૂટે લગાડવામાં આવેલા છે પણ વિશ્વાસ ના કારણે કોઈ દિવસ સીસીટીવી ચેક ન કરતા જ્યારે કારખાના ના માલિકને શંકા ગઈ ત્યારે સીસીટીવી ચેક કરતા છેલ્લા ત્રણ મહિના ના સીસીટીવી આવ્યા સામે જેમાં ચોકીદાર અને તેના પરિવારના સભ્યો ચોરી કરીને લોખંડ લઈ જાય છે બાઈક પર કારખાના માલિકને જણાવ્યા મુજબ છેલ્લા સાત વર્ષમાં લાખો રૂપિયાનું લોખંડ ચોકીદાર અને એના પરિવારના સભ્યો ચોરી કરીને લઈ ગયા ચોકીદાર અને તેમના પરિવારના સભ્યો વિરુદ્ધ જસદણ સ્ટેશનમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે





