મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: બનાસકાંઠાના ડીસા નગરપાલિકાની ઘોર બેદરકારી સામે, દુષિત પાણી અને ખુલ્લી ગટરની સમસ્યાથી લોકો રોષમાં

બનાસકાંઠાના ડીસા નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. ધરતી રેસીડેન્સીના રહિશ

તસવીર: gstv

બનાસકાંઠાના ડીસા નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે.  ધરતી રેસીડેન્સીના રહિશોએ આરોપ લગાવ્યો હતો કે આસપાસની  સોસાયટીઓનું ગટર અને દુષિત પાણી ખુલ્લી જગ્યામાં છોડી દેવામાં આવી રહ્યું છે. પરિણામે સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. 

દુષિત પાણીમાં ઢોરો અને અબોલ પશુઓ પડીને મોતને ભેટી રહ્યા છે

આ દુષિત પાણીમાં ઢોરો અને અબોલ પશુઓ પડીને મોતને ભેટી રહ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે મૃત પ્રાણીઓને ઉઠાવવાની કોઈ વ્યવસ્થા નગરપાલિકા તરફથી કરવામાં આવતી નથી, અને રહીશોને જાતે જ આ કામગીરી કરવી પડે છે. દુર્ગંધ અને ગંદકીના કારણે આખો વિસ્તાર નર્ક સમાન બની ગયો છે.

મૃત ભૂંડ પડેલું હોવા છતાં નગરપાલિકાએ આજદિન સુધી કોઈ કાર્યવાહી કરી ન

રહેવાસીઓએ  તંત્ર પર  આરોપ લગાવ્યો હતો કે છેલ્લા 15 વર્ષમાં આરોગ્ય વિભાગ કે સફાઈ વિભાગનો કોઈ કર્મચારી આવ્યો જ નથી. ખુલ્લા ગટર ચેમ્બર, કોઈ સ્લેબ નહીં, કોઈ ચેતવણી ફલક નહીં આ સ્થિતિ કોઈ મોટી દુર્ઘટનાને ખુલ્લું આમંત્રણ આપી રહી છે.  સ્થાનિકોએ રોષ ઠાલવતા કહ્યું કે  ગંદકીના કારણે ચામડીના રોગો, શ્વાસની તકલીફ, તાવ અને માથાના દુખાવાની સમસ્યાઓ વધતી જઈ રહી છે. સોસાયટીની બહાર રસ્તા પર ચાર દિવસથી મૃત ભૂંડ પડેલું હોવા છતાં નગરપાલિકાએ આજદિન સુધી કોઈ કાર્યવાહી કરી નથી..

આ સમાચાર શેર કરો