Video: પાંચ સિંહોના ટોળાએ રાત્રે આગરિયા ગામમાં મારી લટાર; પશુઓમાં ભારે નાસભાગના દ્રશ્યો CCTVમાં કેદ
અમરેલી જિલ્લાના ગામડાઓમાં સિંહોનો દબદબો યથાવત રહ્યો છે. રાજુલા તાલુકાના આગરિયા ગામે વહેલી સવારે
અમરેલી જિલ્લાના ગામડાઓમાં સિંહોનો દબદબો યથાવત રહ્યો છે. રાજુલા તાલુકાના આગરિયા ગામે વહેલી સવારે પાંચ જેટલા સિંહોના ટોળાએ ગામમાં પ્રવેશ કરીને લટાર મારતા ગ્રામજનોમાં ભય અને કુતૂહલનો માહોલ સર્જાયો હતો.
CCTVમાં સિંહોની ગામમાં એન્ટ્રી કેદ
પ્રાથમિક માહિતી મુજબ, શિકારની શોધમાં સિંહોનું આ ટોળું ગામમાં ઘૂસી આવ્યું હતું. ગામની શેરીઓમાંથી પસાર થતા સિંહોને કારણે પશુઓમાં ભારે નાસભાગ અને અફડાતફડી મચી ગઈ હતી.
સિંહોની ગામમાં એન્ટ્રી અને તેમની ગતિવિધિના દ્રશ્યો ગામમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. આ વીડિયો ફૂટેજ હવે વાયરલ થઈ રહ્યા છે અને સિંહોના રહેઠાણ વિસ્તારની બહાર નીકળી આવવાના બનાવોની ગંભીરતા દર્શાવે છે.
વન વિભાગને આ અંગે જાણ કરવામાં આવતા ટીમ દ્વારા સિંહોને પરત જંગલ વિસ્તારમાં ખસેડવાની અને ગામલોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમરેલી જિલ્લામાં સિંહોના આવા બનાવો હવે સામાન્ય બનતા જઈ રહ્યા છે, જેના કારણે માનવ-વન્યજીવ સંઘર્ષનો મુદ્દો વધુ ગંભીર બની રહ્યો છે.











